મારું શહેર

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ શહેરમાં છસ્જીના ચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે શનિવારે(૧ ઓગસ્ટ) એલિસબ્રિજ છેડે આવેલી દારૂબંધી અને આબકારી વિભાગની કચેરી નજીક છસ્જી બસ અચાનક રોડના સેન્ટ્રલ ડિવાઈડર પર ચડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ પકડાઈ જવાના ડરે બસનો ડ્રાઈવર બસ ઘટનાસ્થળ પર જ મૂકીને રફુચક્કર થઈ ગયો હતો. જેને લઈને સ્થળ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, છસ્જી બસ એલિસબ્રિજ તરફથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર રોડના મધ્યમાં આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન કે રાહદારી ઝપેટમાં આવ્યા ન હતા, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી.
અકસ્માત સર્જાયા બાદ તુરંત જ બસ ચાલક પોલીસ આવે તે પહેલાં જ વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ ક્રેન અને અન્ય મશીનરીની મદદથી ડિવાઈડર પર ફસાયેલી બસને ખસેડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત કયા કારણોસર સર્જાયો તે હજુ અસ્પષ્ટ છે. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ડ્રાઈવર દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થની અસર હેઠળ વાહન ચલાવી રહ્યો હતો, તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે બસ ચાલક ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે વધુ તપાસ આગળ ધપાવી છે.

Related posts

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું

GUJARAT NEWS DESK TEAM

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસના નેતા નિશિથ વ્યાસે મતદાન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

Leave a Comment