રાષ્ટ્રીય

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવા માટે ફરિયાદ આપવામાં આવી છે. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને કંગના વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી છે. મહિલા કાર્યકર્તાઓએ કંગના રનૌત પર ય્ીહ ઢ વિદ્યાર્થીઓ અને યુવાનો વિરુદ્ધ અપમાનજનક તેમજ જનભાવનાઓને ઠેસ પહોંચાડતા નિવેદનો આપવાનો આક્ષેપ કર્યો છે.
લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, નવી દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શનના સંદર્ભમાં કંગના રનૌતે ૩૦ જુલાઈના રોજ એક જાહેર નિવેદનમાં પ્રદર્શનકારી યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કંગના રનૌતે દેશની દીકરીઓને કથિત રીતે ગટર જનરેશન કહી હતી.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંગનાએ ય્ીહ ઢ દીકરીઓના માતા-પિતાનું પણ અપમાન કર્યું છે, અને સવાલ ઉઠાવ્યો હતો કે આમને કોણ જન્મ આપી રહ્યું છે, અને ઉછેરી રહ્યું છે?. આ માત્ર પ્રદર્શનકારીઓનું જ નહીં પરંતુ સમગ્ર નવી પેઢી, મહિલાઓ અને તેમના પરિવારનું અપમાન છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સામાજિક વૈમનસ્ય ફેલાવવા અને શાંતિ ભંગ કરવા ઉશ્કેરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ, કંગના રનૌતે પોતાની ફિલ્મોના સીન્સનો વિરોધ પ્રદર્શન માટે ઉપયોગ કરનારા સોશિયલ મીડિયા યુઝર્સ પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યું કે, આવી રીતે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જે એક્ટિંગ માટે મને કરોડો રૂપિયા મળે છે, તેના સીન્સ વાપરીને તમે સંવેદનશીલ કિશોરોને ભટકાવી રહ્યા છો. અત્યાર સુધી મેં એક જ જગ્યાએ આટલી ગંદકી અને અભદ્રતા જાેઈ નથી. આ તથાગત પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ભારતીય મહિલાઓની નવી પેઢી છે, જેને હું ગટર જનરેશન કહું છું. કંગનાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

Related posts

પાંચ શૂટર્સની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

ભાજપ સરકારે મદરેસાઓ સામે મોટી ઝુંબેશ શરૂ કરી, ૧,૮૦૦ મદરેસા બંધ કરાઇ ૧૧,૦૦૦ બંધ થવાના ભયનો સામનો કરી રહી છે

NEET બાદ હવે UPSCના પેપર લીકની આશંકા

Leave a Comment