
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા ..- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો. રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત કરાઇ.. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રખાયા.. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા ; ૪૧ લોકોને રેસ્ક્યુ કરાયા છે. રાજ્યના 255 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો . રાજ્યમાં મોસમનો ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ગયો . બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, GSDMA ના CEO ધવલ પટેલ તથા રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા