ગુજરાત

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં ૩૨ જિલ્લાના કુલ ૨૦૪ તાલુકાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૬ ઈંચ ખાબક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ઓગડ વિસ્તારમાં પણ ૪ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આ વરસાદી રાઉન્ડ સાથે જ રાજ્યમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૫૭% સુધી પહોંચી ગયો છે. ઝોનવાઇઝ વરસાદની ટકાવારી પર નજર કરીએ તો:
દક્ષિણ ગુજરાત: સૌથી વધુ ૭૭.૪૨% વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાત: ૪૯.૨૨% વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર: ૪૩.૫૦% વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત: ૩૯.૫૩% વરસાદ નોંધાયો છે.
કચ્છ ઝોન: સૌથી ઓછો ૧૮.૮૯% વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ નદીઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ભાભર અને દિયોદરમાં ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. ભિલોડામાં માત્ર ૨ કલાકના ગાળામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે શામળાજી પંથકમાં પણ ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભિલોડાની પ્રખ્યાત ઈન્દ્રાશી નદીમાં નવા નીરની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ‘ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં સતત ૩ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં ૩ દિવસમાં કુલ ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમીરગઢ, વિરપુર, ઈકબાલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જાેવા મળી હતી.
આ વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. જાેકે, બનાસ નદી, સ્થાનિક તળાવો અને નાળાઓમાં હજુ સુધી નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. જેના કારણે ખેતી માટે પૂરતું પાણી ન મળતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ યથાવત છે.

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

વડોદરામાં યુવાનના મોત માટે CM અને વડોદરા મનપાના શાસકો જવાબદાર, CM ને વિકાસ બતાવવા રાતોરાત ખાડા ખોદવામાં આવ્યા જેમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું : અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment