ગુજરાત

ગ્રામીણ ઘરવિહોણા પરિવારો માટે સહાયમાં કરાયો વધારા

ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી ર્નિણય લીધો છે.
હવે જ્યાં મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ર્નિણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના માટે ઘર’ના વિજનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ / સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. ૧,૦૦૦ પરથી વધારીને રૂ. ૫,૦૦૦ કરી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. ૫૦,૦૦૦ થી સીધી રૂ. ૨ લાખ સુધી વધારવાનો ર્નિણય કર્યો છે. એટલે કે પ્લૉટ સમતળ સહાયમાં પાંચ ગણો અને જમીન સમતળ સહાયમાં ચાર ગણો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી દિશા આપી છે.
માન. મંત્રી ઋષિકેશ પટેલ અને માન. રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના સીધા નેતૃત્વમાં કાર્યરત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તા.૧૭/૦૭/૨૦૨૬ના રોજ ઠરાવ કરીને ગ્રામીણ ઘરવિહોણા લોકોને પોતાનું ઘર બાંધવની સહાયમાં આ વધારો કરી તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે.
આ ઠરાવ દ્વારા લેવાયેલો આ ર્નિણય ખાસ કરીને એવા ગામો માટે આશીર્વાદરૂપ બનશે કે જ્યાં રહેણાંક માટે ફાળવવામાં આવતી મફત પ્લોટ માટેની જમીન અસમતળ અથવા ખાડા-ટેકરાવાળી હોવાથી ઘર વિહોણા પરિવારોને મકાન બાંધવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે સરકારના વધારેલ સહાયના કારણે પરિવારોને જમીન વિકાસનો ખર્ચ ઘટશે અને લાભાર્થીઓ ઝડપથી પોતાનું પાકું ઘર બનાવી શકશે.
રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને ૧૦૦ ચોરસ વારના મફત રહેણાંક પ્લૉટ ફાળવવાની યોજના અમલમાં મૂકી રહી છે. નવા સુધારા દ્વારા આ યોજનાને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીઓને માત્ર પ્લૉટ જ નહીં પરંતુ મકાન બાંધવા માટે યોગ્ય અને સમતળ જમીન પણ ઉપલબ્ધ થઈ શકે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ગ્રામ્ય વિકાસ અને અંત્યોદય કેન્દ્રિત અભિગમને અનુરૂપ લેવાયેલો આ ર્નિણય માત્ર સહાયમાં વધારો નથી, પરંતુ ગ્રામ્ય જનતાના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ર્નિણયથી ગામોના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે, રહેણાંક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરનું સપનું વધુ ઝડપથી સાકાર થશે. ે

Related posts

વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 

GUJARAT NEWS DESK TEAM

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્ર  યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment