ક્રાઇમ

અમરેલી સાયબર ક્રાઈમે ૭,૦૦૦ કિમી દૂર બેઠેલા બિન-નિવાસી ભારતીયને ન્યાય અપાવ્યો

ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેરમાં સ્થાયી થયેલા એક બિન-નિવાસી ભારતીય (એ તેમની સાથે થયેલી છેતરપિંડી સંબધિત એક ઇ-મેઇલ દ્વારા અમરેલી પોલીસને ફરિયાદ કરતા, પોલીસે માત્ર થોડા જ દિવસોમાં ફરિયાદીએ ગુમાવેલા રૂ. ૧૧ લાખ પરત અપાવ્યા. અમરેલી પોલીસની આ ત્વરિત કામગિરીથી ફરિયાદી પ્રભાવિત થઇ ગયા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કરતો એક ઇ-મેઇલ કર્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે, સિડની સ્થિત ભારતીય નાગરિક સૌરભ જાેલીએ અમરેલી જિલ્લા પોલીસ વડા (જીઁ)ને જુન (૨૦૨૬)માં ઇ-મેઇલ કરી તેમની સાથે થયેલી રૂ ૧૧ લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર, મૂળ નવી દિલ્હીના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સૌરભ જાેલીએ સોનું ખરીદવા માટે એપ્રિલ (૨૦૨૬) અમરેલીના એક વ્યક્તિને રૂ.૧૧ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જાેકે, પેમેન્ટ થઇ ગયુ હોવા છતાં તેમને સોનું ક્યારેય મળ્યુ નહોતુ. જ્યારે તેમણે ફરિયાદ નોંધાવી ત્યારે જાેલી ઓસ્ટ્રેલિયામાં હતા. નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીમાં રહેતા હતા. સંજય ખરાતે વધુમાં જણાવ્યું કે, “અમને ફરિયાદી દ્વારા જુન મહિનામાં ઇ-મેઇલ મળતાં જ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને તેમને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અમારી સાયબર ક્રાઇમ ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું, સતત કેસની તપાસ કરી અને તપાસ દરમિયાન ફરિયાદીને પણ સતત માહિતગાર રાખ્યા હતા.”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને તેમની કમાણી રક્ષિત કરવા તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે.
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ખટાણાએ જણાવ્યું હતું કે, “સૌરભ જાેલીએ એપ્રિલ (૨૦૨૬)માં સોનું ખરીદવા માટે રકમ ટ્રાન્સફર કરી હતી, પરંતુ સામેવાળા વ્યક્તિએ સોનું આપ્યુ નહીં. આ કેસમાં નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો. અમે મામલાની ગંભીરતા જાેઈને નાણાં મેળવનાર વ્યક્તિ સાથે વાત કરી અને પૈસા પાછા આપવા કહ્યું હતું. આખરે તેણે પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી.”
અમરેલી પોલીસની આ ત્વરિત કામગિરી વિશે સૌરભ જાેલીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ તપાસથી અલગ છે. તેમણે પોલીસ ટીમની ઝડપી કમ્યુનિકેશન, તેમના પ્રશ્નોના નિવારણ માટે દર્શાવેલી ધીરજ અને વ્યવસ્થિત અભિગમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આનાથી પોલીસિંગ સિસ્ટમમાં તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
સાયબર ફ્રોડના વધતા જાેખમ પર પ્રકાશ પાડતા જાેલીએ અમરેલી સાયબર ક્રાઇમ ટીમની કામગીરીને એક એવું ઉદાહરણ ગણાવ્યું હતું કે કેવી રીતે ઝડપી અને પ્રતિબદ્ધ પોલીસિંગ જનતાનો વિશ્વાસ પુન:સ્થાપિત કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ અનુભવે ગુજરાત પોલીસની વ્યાવસાયિકતા અને અસરકારકતામાં તેમનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે.

Related posts

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના યુવકને સારવાર માટે રાજસ્થાન લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

ડ્રગ્સ સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપી પિંટુ યાદવની ૨૨ લાખની મિલકત જપ્ત

અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

Leave a Comment