ક્રાઇમ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી અને સુરતમાંથી ૨.૪૮ કરોડના નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય કાવતરાની ઝલક જાેવા મળી છે. મુખ્ય આરોપી યોગગુરુ પ્રદીપ અને તેની ગેંગે ચીની એજન્ટોની મદદથી હાઈ-સિક્યુરિટી પેપર મંગાવ્યું હતું અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પેઈડ વર્ઝનની મદદથી ૫૦૦ રૂપિયાની આબેહૂબ નકલી નોટો છાપી હતી.સેન્ટ્રલ એજન્સીઓએ પણ આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ધામા નાખ્યા છે. સ્ટેટ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરા, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યુનિટ્સે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આરોપીઓની કડક પૂછપરછ ચાલુ છે.
તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર યોગગુરુ પ્રદીપ અને તેની ગેંગે શરૂઆતમાં જાતે જ નકલી નોટો છાપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સફળતા ન મળી ત્યારે તેઓએ ડાર્ક વેબનો આશરો લીધો. ત્યાંથી તેમને ચીની એજન્ટોનો સંપર્ક થયો. પ્રદીપે સાઉથ ઈન્ડિયાના એક દલાલની મદદથી ચીની એજન્ટો સાથે વીડિયો કોન્ફરન્સ ફિક્સ કરી.ગત જાન્યુઆરી મહિનામાં પ્રદીપ વ્યક્તિગત રીતે ચીનના ગ્વાંગઝાઉ અને કિંગડાઓ શહેરોમાં પહોંચ્યો હતો. ત્યાં ચીની એજન્ટો સાથે મીટિંગ યોજાઈ. આ મીટિંગ બાદ ૫૦૦ રૂપિયાની નોટ માટે વિશેષ સિક્યુરિટી થ્રેડ પેપર અને ખાસ પ્રકારની ઈંકનો સોદો થયો.
પ્રદીપે અત્યાર સુધીમાં એર કુરિયર અને શીપમેન્ટ મારફતે ત્રણ પાર્સલ મંગાવ્યા છે. દરેક પાર્સલ માટે ૧.૫૦ લાખ રૂપિયાનો ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ વિગતો મેળવવા કસ્ટમ વિભાગનો સંપર્ક સાધ્યો છે.સુરતમાં સિક્યુરિટી પેપર પહોંચ્યા બાદ પણ ડિઝાઈન સેટ થતી ન હતી. ત્યારે ચીની એજન્ટોએ પ્રદીપને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પેઈડ વર્ઝનનો ઉપયોગ કરવાની સલાહ આપી. તેઓએ ચીનથી જ ખાસ પ્રોમ્પ્ટ તૈયાર કરીને મોકલ્યા હતા. આ પ્રોમ્પ્ટના આધારે ગેંગે ૫૦૦ રૂપિયાની અત્યંત વાસ્તવિક નોટો છાપી હતી.
ઝડપાયેલી નકલી નોટોમાં સિક્યુરિટી થ્રેડ ૯૯.૯૯% ઓરિજિનલ જેવો જ જણાય છે. આ હાઈ-લેવલ સિક્યુરિટી પેપર ચીનથી કેવી રીતે મળ્યું તે મોટો પ્રશ્ન છે. આથી, નકલી નોટો અને પેપરના સેમ્પલ તપાસ માટે નાગપુર સ્થિત આરબીઆઇની પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવ્યા છે.
એર પાર્સલમાં સિક્યુરિટી થ્રેડ પેપર આવતા હોવાના ઘટસ્ફોટ બાદ કસ્ટમ વિભાગમાં આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. કસ્ટમના કોઈ કર્મચારી યોગગુરુ પ્રદીપ સાથે સંડોવાયેલા છે કે નહીં તેની ગુપ્ત તપાસ ચાલી રહી છે. અગાઉ મોકલાવેલા ત્રણેય પાર્સલ ક્યારે આવ્યા અને તે વખતે કયા અધિકારી ડ્યુટી પર હતા તેની વિગતોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

વ્હેલ માછલીની ઉલટી સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment