બિઝનેસ

અદાણી ટોટલ ગેસના નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિકના પરિણામો આ ગાળામાં મજબુત વોલ્યમ અને આવક વૃધ્ધિ

 ભારતની સૌથી મોટી શહેરી ગેસ વિતરણ કંપનીઓમાંની એકઅદાણી ટોટલ ગેસ લિ. (ATGL) વર્તમાન અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વ્યાપક માળખાકીય વિકાસ, વોલ્યુમમાં વૃદ્ધિ અને નવા યુગના ઉર્જા વ્યવસાય મારફત ભારતના ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશનને પ્રદર્શિત કરતાકંપનીએ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ દરમિયાનતેના કામકાજ,માળખાકીય અને નાણાકીય બાબતોની આજે  જાહેરાત કરી છે.

અદાણી ટોટાલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પંડિતાએ જણાવ્યું હતું કે કંપનીએ અહેવાલના ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૩% વૃદ્ધિ અને આવકમાં ૨૭% નો નોંધાવેલોવધારો કામકાજનીમજબૂત ક્ષમતા અને સ્વચ્છ ઇંધણ તરફ ગ્રાહકોનોવધી રહેલો ઝૂકાવ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આ ગાળામાં, ગેસના ભાવમાં વધારો, બ્રેન્ટ ક્રૂડના ઊંચા ભાવ, ચલણની અસ્થિરતા અને ભૂરાજકીય સ્થિતિ વૈશ્વિક ઉર્જા પુરવઠા પર નકારાત્મક અસર કરી રહ્યા છતાં કામકાજનુંવાતાવરણ ગતિશીલ રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે આ પરિબળોનાCGD ઉદ્યોગ માટે ગેસ સોર્સિંગ વ્યૂહરચના પર દબાણની વચ્ચેસપ્લાનું સાતત્ય સુનિશ્ચિત કરવા, ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા, CNG અને PNG ગ્રાહકોને અનુચિત જોખમોથી બચાવવા અને ગ્રાહકો અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રીત રાખવા સાથે અમે શિસ્તબદ્ધ નેટવર્ક વિસ્તરણ, ડિજિટલ સક્ષમતા અને CNG, PNG અને ઇ-મોબિલિટીમાં અમારા સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમના વિકાસ દ્વારા ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

આ ગાળામાં કામકાજ અને માળખાકીય બાબતોની એકીકૃત તુલનાત્મક વિગતો અનુસાર વેચાણનું વોલ્યુમ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૨૬૭ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં  ૧૩% વધી ૩૦૩ MMSCM રહ્યું છે.સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે વેચાણનું વોલ્યુમ ૯૯૩ MMSCM ૧૪% વધી નાણા વર્ષ-૨૬માં ૧૧૩૩ MMSCM રહ્યું હતું. CNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૧૮૫MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૧૮% વધી ૨૧૮ MMSCM રહ્યુંછે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે CNGનું વેચાણ ૬૬૩ MMSCM ૧૮% વધી નાણા વર્ષ-૨૬માં ૭૮૨ MMSCM થયું છે. PNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૮૨ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૪% વધી ૮૫ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે PNGનું વેચાણ ૩૩૦MMSCM% વધી નાણા વર્ષ-૨૬માં ૩૫૧MMSCM થયું છે.

CNG સ્ટેશનની ૩૦ જૂન-૨૬ના ૭૦૭ થઇ છે જે વર્તમાન નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પાંચ સ્ટેશનનો વધારો દર્શાવે છે.PNGના ઘરઆંગણાના ગ્રાહકોની સંખ્યા જૂન ૨૬ના અંતે ૧૧,૪૧,૧૦૮ હતી તેમાં જૂન ૨૭-ના પ્રથમ ત્રિમાસિકમાં૩૮૨૪૩ ગ્રાહકોનો ઉમેરોથયો છે. આ ગાળા વાણિજયક ગ્રાહકો ૩૯૨ વધીને ૭૨૭૭ થયા છે. જ્યારેઔદ્યોગિક PNG જોડાણો ૫૬ના વધારા સાથે ૩૧૪૫ થયા છે.      

CNG વોલ્યુમ સમર્થિત ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક ૨૭% વધી છે. પશ્ચિમ એશિયામાં સતત કટોકટીને કારણે ગેસના ખર્ચમાં વધારો થયો છે અને APM ગેસની કિંમતની ટોચમર્યાદામાં પણ વધારો થયો છે.કુદરતી ગેસના ખર્ચમાં૩૯% વધારો થયો છે. ત્રિમાસિક દરમિયાન CNG માટે APMનીફાળવણી ગત ત્રિમાસિકના ૩૬% થી ઘટીને ૩૦% થઈ હતી, બાકીની રકમ હાલના કરારો અને ઊંચી કિંમતવાળી સ્પોટ ખરીદી સાથે પૂર્ણ કરવામાં આવી હતી.કંપ્નીએએ ઉચ્ચ ગેસના ઉંચા ખર્ચને પહોંચી વળવા અને વોલ્યુમ વૃદ્ધિ પ્રભાવિત ન થાય તેની ખાતરી કરવા એક માપાંકિત અભિગમ અપનાવ્યો છે. એબિડટા રુ.૨૮૧ કરોડ પ્રાપ્ત થયો છે. કર અગાઉનો નફો અનેકબ બાદનો નફો અનુક્રમે રુ.૧૭૮ કરોડઅને રુ.૧૩૩ કરોડછે.

 

Related posts

પ્રોજેક્ટ પ્રગતિ: વિશ્વની પ્રથમ ટકાઉ એરંડા પહેલથી ગુજરાતના 10,000+ ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

GCCI કેમિકલ કમિટી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટી અને ટેક્સટાઇલ કમિટીના સહયોગથી “Bridging Continents: Trade Promotion between India–UK & India–Argentina” વિષયક સત્રનું આયોજન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ફિનટેક સ્ટાર્ટ-અપ્સ – ડિસ્પ્લે ડેનું આયોજન

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

GUJARAT NEWS DESK TEAM

પ્રચંડહીટવેવ વચ્ચે અદાણી પાવર બન્યોદેશનો સૌથી મોટો સહારો

Leave a Comment