ગુજરાત

કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો

કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્રના જીયાદ ઉર્ફે સમીર શેખને અંતિમ શ્વાસ સુધી સખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ સગીરાને ‘ફ્રી ફાયર‘ ગેમ દ્વારા ફસાવી, દુષ્કર્મ આચર્યું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. કોર્ટે ૪૫ દસ્તાવેજી પુરાવા અને ૧૬ સાક્ષીઓના આધારે આ ર્નિણય આપ્યો, જેમાં આરોપીને ૧ લાખનો દંડ પણ કરાયો.
કચ્છમાં લવ જેહાદ અને પોક્સો ગુનાના આરોપીને ભુજ કોર્ટે અંતિમ શ્વાસ સુધી સખત આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૪ના ગુનામાં પોલીસે ૪૫ દસ્તાવેજ પુરાવા અને ૧૬ સાક્ષીઓ સાથે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા અને અન્ય બે સહઆરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.પોલીસ ફરિયાદ મુજબ, મહારાષ્ટ્રમાં ઘણા સમયથી રહેતા પરિવારની અને મૂળ માંડવીની સગીરા ‘ફ્રી ફાયર‘ ગેમ્સના માધ્યમથી જીગર નામની નકલી આઈડી ધરાવતા મહારાષ્ટ્રના જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ(ઉં.વ.૨૨)ના સંપર્કમાં આવી હતી. જેમાં જીયાદે પોતાની ઓળખ છૂપાવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સગીરાના આપત્તિજનક ફોટોગ્રાફ વાઈરલ કરવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. અંતે કંટાળીને પીડિતાનો પરિવાર મહારાષ્ટ્રથી કચ્છ પરત ફર્યો હતો.આ પછી છેલ્લા બે વર્ષથી કચ્છમાં રહેતા પરિવાર પીડિતાની એક યુવક સાથે સગાઈ નક્કી કરી હતી. જાે કે, આ દરમિયાન આરોપી જીયાદે પીડિતાના ફોટોગ્રાફ્સ વાઈરલ કરતાં તેની સગાઈ તૂટી ગઈ હતી. આ ઉપરાંત, માંડવીના ગોધરાના સહઆરોપી કાસમ ઓસમાણ હિંગોરજા અને અલ્તાફ જુમા લાખાની મદદથી આરોપી પીડિતાના ઘર અને પરિવારની રેકી કરતો હતો. અંતે પીડિતાએ ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમમાં જીયાદ શેખ, કાસમ હિંગોરજા અને અલ્તાફ લાખા સામે ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે પોલીસે ધર્મ પરિવર્તન અધિનિયમ, પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ, આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને મહારાષ્ટ્ર પોલીસની ટીમની મદદથી મુખ્ય આરોપી જીયાદની ધરપકડ કરી હતી. જેમાં એસસી-એસટી સેલના ડીવાયએસપીએ આરોપી વિરુદ્ધ ૪૫ દસ્તાવેજ પુરાવા અને ૧૬ સાક્ષીઓ સાથે ભુજની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજાની સાથે ૧ લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને રૂ.૪ લાખનું વળતર ચૂકવવા ડીએલએસએને ભલામણ કરી છે. જ્યારે કેસના અન્ય બે સહઆરોપીને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે.

Related posts

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભયુ

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ (SC) પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ, અનુસુચિત જનજાતિ(ST) પર થતા અત્યાચારની ૩૫૫૩ ઘટનાઓ : ડૉ.હિરેન બેન્કર

GUJARAT NEWS DESK TEAM

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

મયુર ડાયકેમ પર આઇટીના દરોડાનો ત્રીજાે દિવસ, કરોડોની ટેક્સ ચોરીના મહત્વના પુરાવા મળ્યા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ સહિત રાજ્યમાં યોજાનારી જીકાસની પ્રવેશ પરીક્ષા મોકૂફ

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment