OTHER

PM મોદી અને ઝ્રસ્એ દુ:ખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

 

 

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે. તો ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ હતું છતાં ફેક્ટરી ચાલી રહી હતી, ત્યારે સવાલ એ છે કે લાયસન્સ રદ હોવા છતાં કોની રહેમ હેઠળ ચાલી રહી હતી આ મોતની ફેક્ટરી ?
સેક્ટર-૨ના જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ખેતરમાં શેડ બનાવી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવ્યું હતું. જાે લાયસન્સ રદ હતું, તો પછી સૌથી મોટો સવાલ એ છે કે શું સંબંધિત વિભાગોએ ક્યારેય સ્થળ તપાસ કરી હતી? જાે કરી હતી તો ફેક્ટરી બંધ કેમ ન કરાવી? અને જાે તપાસ જ ન થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે?ફટાકડા જેવી અત્યંત જાેખમી વસ્તુઓનું ઉત્પાદન કોઈ સામાન્ય વ્યવસાય નથી. તેમાં વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ થતો હોવાથી નિયમિત દેખરેખ અને કડક સુરક્ષા માપદંડો ફરજિયાત હોય છે. છતાં લાયસન્સ વગર ફેક્ટરી ચાલુ રહી, એટલે શું તંત્રને તેની જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા?
આ બ્લાસ્ટમાં ૮ પરિવારોના સભ્યોના જીવ ગયા છે. હવે સવાલ માત્ર ફેક્ટરીના માલિક સામે કાર્યવાહીનો નથી, પરંતુ જાે કોઈ સરકારી અધિકારીની બેદરકારી, ફરજમાં ઉદાસીનતા અથવા નિયમોના અમલમાં ખામી સામે આવશે તો શું તેમની સામે પણ કાર્યવાહી થશે?

Related posts

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

મુકેશભાઈ પટેલને લાયન્સ ઈન્ટરનેશલના પ્રેસિડેન્ટ શ્રી એ.પી. સિંઘ દ્વારા “એમ્બેસેડર ઓફ ગુડવિલ એવોર્ડ’થી સન્માનિત કરાયા.

હવે ગુજરાતી કલાકારો  ‘ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ’ (GCPL) રમશે

કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment