OTHER

ડાંગ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ, સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર

ડાંગ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ પોતાની ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસી રહેલા આભ ફાટવા સમાન વરસાદને કારણે સમગ્ર ડાંગ પંથક જળબંબાકાર બની ગયો છે. ખાસ કરીને હિલ સ્ટેશન સાપુતારામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.વઘઇ પંથકમાં પણ ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પર આવેલો પ્રસિદ્ધ ગિરા ધોધ હાલ તેના રૌદ્ર સ્વરૂપમાં વહી રહ્યો છે. સતત પાણીની આવકને કારણે ધોધનો પ્રવાહ અત્યંત વેગવંતો બન્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને ગિરા ધોધની નજીક ન જવા, સેલ્ફી ન લેવા તેમજ જાેખમી સ્થળોએ ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.
ડાંગના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદની સીધી અસર નીચાણવાળા વિસ્તારોમાં જાેવા મળી રહી છે. અંબિકા નદીમાં પાણીની સતત આવક થતા નવસારી જિલ્લામાં પૂરની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને નવસારીના ગણદેવી અને બીલીમોરા શહેરોમાં નદીના પાણી ફરી વળવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.
ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. સાપુતારા ખાતે મોડી રાત્રે અવિરત વરસાદને કારણે પહાડો પરથી માટી અને પથ્થરો રસ્તા પર ધસી આવ્યા હતા. આહવા-સાપુતારા માર્ગ પર શિવઘાટ નજીક વૃક્ષો ધરાશાયી થવાની તેમજ માટી અને પથ્થરો આવવાની ઘટનાઓ બની છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી માટી અને પથ્થરો હટાવી માર્ગોને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે.
ડાંગની અંબિકા, પૂર્ણા અને ખાપરી જેવી નદીઓમાં પાણીની સતત આવક થઈ રહી છે. જિલ્લાના ૩૦થી વધુ લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પરિસ્થિતિને જાેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી-નાળા અને કોઝવે નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Related posts

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવીબજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

GUJARAT NEWS DESK TEAM

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

GUJARAT NEWS DESK TEAM

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

NOC વિના ચાલતી ૩૭ હોટલ સામે સીલિંગની કાર્યવાહી

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ના.વ. ૨૦૨૩માં રૂ. ૭.૮૩ કરોડથી ના.વ. ૨૦૨૬માં રૂ. ૨૩૦.૪૨ કરોડનો જંગી ઉછાળો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) દ્વારા સાળંગપુર ખાતે ઐતિહાસિક ૫૦મો સુવર્ણ જયંતી મહોત્સવ સંપન્નઃદેશના ચા ઉદ્યોગ અને વ્યાપાર જગતના અગ્રણીઓ ઉજવણીમાં સહભાગી થયા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment