ગુજરાત

ગુજરાતમાં વધુ એક બેઠક પર યોજાશે વિધાનસભાની પેટાચૂંટણી

ગુજરાતમાં વધુ એક બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વડોદરાની માંજલપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે. નોંધનીય છે કે ધારાસભ્ય યોગેશ પટેલના નિધનને કારણે આ બેઠક ખાલી પડી હતી. માંજલવુર વિધાનસભા સીટ પર ૩૦ જુલાઈએ મતદાન થશે અને ૩ ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
રાજ્યમાં વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ૬ જુલાઈએ નોટિફિકેશન જાહેર થશે. જ્યારે ૧૩ જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ૧૪ જુલાઈએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને ૧૬ જુલાઈ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ૩૦ જુલાઈએ મતદાન અને ૩ ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ
૬ જુલાઈ એ નોટિફિકેશન જાહેર થશે
૧૩ જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
૧૪ જુલાઈએ ફોર્મ ચકાસણી
૧૬ જુલાઈ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
૩૦ જુલાઈએ યોજાશે મતદાન
૩ ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ – માંજલપુર વિધાનસભાની બેઠક પર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. વરિષ્ઠ નેતા યોગેશ પટેલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા. પરંતુ તેમના નિધનથી આ બેઠક ખાલી પડી હતી. યોગેશ પટેલ વડોદરાના દિગ્ગજ નેતા હતા. હવે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવાની સાથે વડોદરા શહેરમાં ચૂંટણી આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે.

Related posts

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

GUJARAT NEWS DESK TEAM

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

GUJARAT NEWS DESK TEAM

આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી

મુખ્મમત્રી અને નાયબ મુખ્યમંત્રીની મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી

GUJARAT NEWS DESK TEAM

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

દિવાળીમાં જીએસટીમાં રાહત …મોદી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment