ગુજરાત

અમરેલી: યુવાનને ફાડી ખાનાર ચારેય સિંહોને આજીવન કેદ

અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર ચાર સિંહોને આજીવન કેદની સજા અપાઈ છે. સિંહ હુમલામાં મોતની ઘટના બાદ વન વિભાગે ૪ સિંહોને પાંજરે પૂર્યા હતા અને તેમના શારીરિક તપાસ કરતા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યું હતું. સિંહો આદમખોર સાબિત થતાં વન વિભાગ દ્વારા વન્યજીવ કાયદા હેઠળ તેમને આકરી સજા ફટકારવામાં આવી છે અને ચારેય સિંહોને માનવ વસાહતથી દૂર જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે રાખવાનો ર્નિણય લેવાયો છે, ત્યારે મનુષ્યની જેમ હવે વન્યજીવોને પણ આ રીતે સજા ફટકારવામાં આવતા આ કિસ્સો હાલ ચર્ચા જગાવી રહ્યો છે.
વિગતે વાત કરીએ તો, ગત ૧૫ જૂનના રોજ અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં કોવાયા ગામે સિંહના હુમલામાં પરપ્રાંતિય યુવક પ્રકાશ ચંદ્રનું મોત થયું હતું. મૂળ ઉત્તરાખંડનો વતની અને અહીં હોટેલ રેસ્ટોરન્ટમાં કામ કરી ગુજરાત ચલાવતો યુવક પ્રકાશ ચંદ્ર મોડી રાત્રે પગપાળા પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં સિંહે અચાનક તેમના પર હુમલો કર્યો અને તેમને જંગલ તરફ ખેંચી ગયો હતો.
બાદમાં આ મામલે વનવિભાગને તપાસ કરતા પ્રકાશ ચંદ્રનું માત્ર ખાધેલું માથું મળી આવ્યું હતું. માથા સિવાયનું શરીર બચ્યું નહોતું. ત્યારે ઘટનાને ગંભીરતાથી લઈને વનવિભાગે સખત મહેનત બાદ ગણતરીના કલાકોમાં જ એક સિંહણને ટાંક્યુલાઈઝ કરી પાંજરે પૂરી હતી. ત્યારે આ કંપારી છૂટી જાય તેવી ઘટનાના બાદમાં ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા હતા. બનાવ સ્થળ નજીક ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના લાગેલા ઝ્રઝ્ર્ફમાં એક શ્વાન મોઢામાં માનવીનો પગ લઈને દોડતો કેદ થયો હતો.
એટલું જ નહીં એક વાયરલ વીડિયોમાં સિંહ યુવકનું મારણ કરી મીજબાની માણી રહ્યો છે હોવાના દૃશ્યો પણ વાયરલ થયા હતા, રોડ પરથી પસાર થતાં વાહનચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જાેકે સિંહે પશુનું નહીં માનવનું મારણ કર્યું છે તે વાહનચાલકને ખ્યાલ નહોતો. જ્યારે અન્ય વીડિયોમાં એક ટ્રકચાલક ૧ કલાક સુધી ટ્રકની હેડલાઈટ ચાલુ રાખી યુવકની મારણના દૃશ્યો લાઇવ જાેઈ રહ્યો હતો.
આ ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આસપાસના વિસ્તારમાંથી હુમલો કરનાર ચાર સિંહોને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ આ સિંહોના સેમ્પલ વધુ તપાસ અર્થે સાસણ ગીર ખાતે મોકલવામાં આવ્યા હતા. સાસણ લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યું હતું.
સિંહો આદમખોર સાબિત થતાં વન વિભાગ દ્વારા વન્યજીવ કાયદા હેઠળ તેમને આકરી સજા ફટકારવામાં આવી છે. માનવ વસાહતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ચારેય સિંહોને હવે ક્યારેય જંગલ મુક્ત કરવામાં નહીં આવે અને તેમને આજીવન કેદની સજા તરીકે જૂનાગઢના સક્કરબાગ ઝૂ (પ્રાણીસંગ્રહાલય) ખાતે કાયમી પાંજરાપોળમાં રાખવાનો મોટો ર્નિણય લેવાયો છે.

Related posts

જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

GUJARAT NEWS DESK TEAM

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment