રાષ્ટ્રીય

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સરકારી પરીક્ષાની વ્યવસ્થા વિવાદોમાં સપડાઈ છે. રાજ્યમાં ૨૮ જૂન ૨૦૨૬ના રોજ યોજાનારી પ્રતિષ્ઠિત શિક્ષક પાત્રતા પરીક્ષા(્ઈ્)નું પેપર લીક થવાની આશંકાને કારણે વહીવટીતંત્રે તેને તાત્કાલિક અસરથી રદ કરવાનો મોટો ર્નિણય લીધો છે. પરીક્ષાના ગણતરીના કલાકો પહેલાં જ લેવાયેલા આ કડક ર્નિણયને પગલે શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ઠાણે વિસ્તારમાંથી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર(પેપર) લીક થયું હોવાના ચોક્કસ ઇનપુટ્સ અને માહિતી સંબંધિત શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. આ વિગતો સામે આવ્યા બાદ પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શિતા જાળવી રાખવા માટે પ્રશાસને કોઈ પણ જાતનું જાેખમ લીધા વિના ૨૮ જૂનની આખી પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
શિક્ષણ વિભાગના આ અચાનક આવેલા ર્નિણયથી રાજ્યભરના લાખો ઉમેદવારોને મોટો આંચકો લાગ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાંબા સમયથી આ પરીક્ષા માટે રાત-દિવસ એક કરીને તૈયારી કરી રહ્યા હતા. ઘણા ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી ચૂક્યા હતા, ત્યારે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા અને રોષનો માહોલ જાેવા મળી રહ્યો છે. પેપર લીક થવાની આ ઘટના સામે આવ્યા બાદ વહીવટીતંત્રે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. આ પેપર લીક પાછળ ક્યા કૌભાંડીઓ અને ગેંગ સક્રિય છે તેમજ પ્રશ્નપત્ર કઈ રીતે બહાર આવ્યું, તેની ઝીણવટભરી તપાસ પોલીસ અને સંબંધિત એજન્સીઓ કરી રહી છે. હાલ પૂરતી પરીક્ષા સ્થગિત કરાતા, હવે લાખો ઉમેદવારો આતુરતાપૂર્વક નવી પરીક્ષાની તારીખોની જાહેરાત થાય તેની રાહ જાેઈ રહ્યા છે.

Related posts

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે : નૃપેન્દ્ર મિશ્રા

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

શિવસેના UBTમાં દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા:રોહિત પવાર

Leave a Comment