ગુજરાત

બારડોલી બસ અકસ્માતના ૬ મૃતકોની ડ્ઢદ્ગછથી ઓળખ થઈ

સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે ગુજરાત એસટી બસ પલટી મારી ગઈ હતી અને તેમાં આગ ફાટી નીકળતાં ૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ તમામ મૃતકોના શરીરો સળગી જવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી ડ્ઢદ્ગછ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૭ માંથી ૬ મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.
પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, જેઓની ઓળખ થઈ છે, તે તમામ ૬ લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં ૩ મહિલાઓ અને ૩ પુરૂષોનો સમાવેશ થાય છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહોના સંબંધીઓ સાથે ડ્ઢદ્ગછ સેમ્પલ મેચ કરીને આ ઓળખ વિધિ પૂરી કરવામાં આવી છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર ૭ લોકો પૈકી હજુ ૧ મૃતકની ઓળખ થઈ શકી નથી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય શંકાસ્પદ સંબંધીઓના પણ ડ્ઢદ્ગછ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ છેલ્લા મૃતકની ઓળખ પણ સ્પષ્ટ થઈ જશે.
બીજી તરફ, અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ પલટી ખાધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હ્લજીન્ની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

11 સગીરોને બચાવાયા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું

અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

GUJARAT NEWS DESK TEAM

રેલવે સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા ઓટો ચાલકો સામે મોટી કાર્યવાહી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment