ગુજરાત

11 સગીરોને બચાવાયા

*અમદાવાદ આરપીએફની ઉલ્લેખનીય પહેલ: મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા*

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા “માનવ તસ્કરી વિરોધી” અભિયાન હેઠળ, તારીખ 14.07.2025 ના રોજ સમય 11.30 વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એક સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં આરપીએફ અમદાવાદના એસઆઈપીએફ ચેતન કુમારે તેમના સ્ટાફ કેશુ ભાઈ ચૌધરી, રમેશ ભાઈ રબારી, નરેન્દ્ર ચૌધરી, રાકેશ સિંહ ચૌહાણ, એનજીઓ ના સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી ઇન્દ્રજીત સિંહ, અમદાવાદ શાખાના અધિક્ષક ઘનશ્યામ પ્રજાપતિ અને બચપન બચાવો આંદોલન (બીબીએ) ના સ્ટેટ કોઓર્ડીનેટર અને પશ્ચિમ ઝોનના નોડલ અધિકારી શીતલ પ્રદીપ અને દામિની પટેલે ભાગ લીધો હતો.

સંયુક્ત પ્રયાસના ભાગ રૂપે, ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 07 પર 11.35 વાગ્યે આગમન દરમ્યાન જનરલ ક્લાસ કોચની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા 10 છોકરાઓ અને 01 છોકરી સહિત કુલ 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે તમામ બાળકોને GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ દ્વારા “માનવ તસ્કરી વિરોધી” અભિયાન હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી એક પ્રશંસનીય અને જાગૃતિ-સંવેદનશીલ પહેલ છે, જે બાળ તસ્કરી સામેના નક્કર પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

Related posts

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં વધુ એક બેઠક પર યોજાશે વિધાનસભાની પેટાચૂંટણી

જય ગણેશ… મિછ્છામી દુક્કડમ 

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સો થી વધુ ‘ફોર્ચ્યુન 500’ કંપનીઓ કાર્યરત, વૈશ્વિક મૂડી માટે ગુજરાત પસંદગીનું કેન્દ્ર “વિકસિત ભારત એટલે વિકસિત ગુજરાત” મુખ્યમંત્રી

Leave a Comment