મારું શહેર

ઇસનપુરની પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા ત્રીજા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યુ

ઇસનપુરની પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા ત્રીજા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યુ

શાળાઓમાં મારામારી અને હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.. શહેરના ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પત્યા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ઘટી હતી.. આ ઘટનાનો શાળાના આચાર્ચ પાસેથી શિક્ષણ બોર્ડ દ્વારા અહેવાલ મંગાવાયો છે..

Related posts

અમદાવાદ માં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં મિલકતવેરા પેટે રૂ. ૩૦.૯૮ કરોડની વસુલાત, ૬૬,૩૯૩ કરદાતાઓએ નોંધાવી સહભાગીતા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કઢાયો ……

GUJARAT NEWS DESK TEAM

એલિસબ્રિજ પાસે છસ્જી બસ ડિવાઈડર પર ચડી ગઈ

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

Leave a Comment