OTHER

શાહપુર યુવકમંડળના ઉપક્રમે નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ

શાહપુર યુવકમંડળના ઉપક્રમે દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે સ્વદેશી દીવા પ્રગટાવીને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાર્થક કરવાના શુભ આશયથી નાગરિકો અને મ્યુનિસિપલ શાળાના બાળકોને દીવા વિતરણ અને તારામંડળ વિતરણનો કાર્યક્રમ દરિયાપુરના સેવાભાવી ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

શાહપુર યુવક મંડળના પ્રમુખ અને ગુજરાત યુનિવર્સીટીના પુર્વ ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે સમગ્ર કાર્યક્રમની વિગતોમાં જણાવ્યું હતું કે દિવાળીના અંધકારથી ઉજાસ તરફ લઇ જતા પર્વે શાહપુરમાં વસતા નગરજનોને અને મ્યુનિ.શાળા નં-૧ ના બાળકોને દીવા વિતરણ કરવામાં આવ્યું હતું. શાહપુર શાળા નં-૧ અને ૧૫ ના  ૪૦૦ જેટલા બાળકોને તારામંડળનું વિતરણ કરી દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

દિવાવિતરણના  શુભ કાર્યક્રમમાં કાર્યકરો શ્રી રાજેશ શુકલ,શ્રી ભરતભાઈ ભાવસાર, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, શ્રી જે.સી.ભાવસાર, શ્રી દિનેશભાઈ ભાવસાર,શ્રી ભીખાભાઈ, શ્રી પીન્ટુ ભાવસાર,શ્રી બિપીનભાઈમોદી, શ્રી શૈલેષ ભાવસાર, ડૉ.અશ્વિન ભાવસાર, શ્રી નિલેશભાઈ ભાવસાર સહિત યુવાનો જોડાયા હતાં.

 

 

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ ઈટાલીયા ના નિવેદન માટે RTI

GUJARAT NEWS DESK TEAM

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

કુમકુમ મંદિર દ્વારા “શિક્ષાપત્રી” ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment