OTHERગુજરાત

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રીશ્રી
સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી – સ્વદેશી અપનાવવા શ્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણમાં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. ફોર્મ્સમાં રાખ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવતા એમ પણ જણાવ્યું કે, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે. આપણે ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે તેવી અપીલ તેમણે કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જી.એસ.ટી.ના રિફોર્મ્સનો લાભ દરેક વેપારી, ગ્રાહકો સુધી પહોંચાડીને બચત ઉત્સવને વેગ આપે એટલું જ નહીં, લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આકાર કરે.

Related posts

પેટ્રોલ-ડિઝલ મામલે કોઇ પણ અફવા ન સાંભળવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક ઃમનહર પટેલ

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં આધુનિક સેવાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment