સ્પોર્ટ્સ

 ઉર્વિલ પટેલનું તોફાન, ૧૩ બોલમાં ફટકારી ફિફ્ટી

યશસ્વી જાયસ્વાલના રેકોર્ડની બરાબરી
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું તોફાન જાેવા મળ્યું હતું


આઈપીએલ ૨૦૨૬ માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (ઝ્રજીદ્ભ) અને લખનઉ સુપર જાયન્ટ્સ (ન્જીય્) વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું તોફાન જાેવા મળ્યું હતું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉર્વિલ પટેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ઉર્વિલે આ મેચમાં માત્ર ૧૩ બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું.
ઉર્વિલ પટેલ હવે ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યશસ્વી જાયસ્વાલના તે રેકોર્ડની બરાબરી કરી છે, જે જાયસ્વાલે ૧૧ મે ૨૦૨૩ ના રોજ કોલકાતામાં દ્ભદ્ભઇ વિરુદ્ધ ૧૩ બોલમાં બનાવ્યો હતો.
ૈંઁન્ ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી:
ઉર્વિલ પટેલ (ઝ્રજીદ્ભ): ૧૩ બોલ (૨૦૨૬ વિ. ન્જીય્)
યશસ્વી જાયસ્વાલ (ઇઇ): ૧૩ બોલ (૨૦૨૩ વિ. દ્ભદ્ભઇ)
કે.એલ. રાહુલ (ઁમ્દ્ભજી): ૧૪ બોલ (૨૦૧૮ વિ. ડ્ઢઝ્ર)
પેટ કમિન્સ (દ્ભદ્ભઇ): ૧૪ બોલ (૨૦૨૨ વિ. સ્ૈં)
રોમારિયો શેફર્ડ (ઇઝ્રમ્): ૧૪ બોલ (૨૦૨૫ વિ. ઝ્રજીદ્ભ)
ઉર્વિલ પટેલે આ મેચમાં કુલ ૨૩ બોલ રમીને ૬૫ રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકાર્યા હતા. ઉર્વિલે પોતાની ઈનિંગમાં ૮ છગ્ગા અને ૨ ચોગ્ગા ફટકાર્યા હતા. તેના ૬૫ રનમાંથી ૫૬ રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ આવ્યા હતા.
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની હતી. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને ૨૦૪ રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જાેકે, ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી અને ઝ્રજીદ્ભ નું કામ સરળ કરી દીધું હતું.

Related posts

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે વૈભવ કદાચ ૨૧ કે ૨૨ વર્ષનો છે

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી શરૂ

એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ સમર કોચિંગ કેમ્પ નું આયોજન

Leave a Comment