બિઝનેસ

યુએસ કંપનીઓની ભારત પાસેથી ટેરિફની માંગણી

અમેરિકન સોલાર પેનલ ઉત્પાદક કંપનીઓએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી થતી પેનલની આયાત પર ટેરિફની માંગ કરી છે. આ દેશો પર સસ્તા ભાવે  ઉત્પાદનો વેચીને  નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે અમેરિકી વાણીજ્ય વિભાગ સમક્ષ આ અરજી દાખલ કરવામાં આવી હતી.

આ માંગ ‘એલાયન્સ ફોર અમેરિકન સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડ’ નામના જૂથ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ફર્સ્ટ સોલાર, દક્ષિણ કોરિયન કંપની ક્યુ-સેલ અને ખાનગી કંપનીઓ ટેલોન પીવી અને મિશન સોલારનો સમાવેશ થાય છે.

આ દેશોની કંપનીઓ તેમની સરકારો પાસેથી અન્યાયી સબસિડી મેળવી રહી છે અને કિંમત કરતાં ઓછી કિંમતે અમેરિકામાં ઉત્પાદનો વેચી રહી છે, જેના કારણે અમેરિકી ઉત્પાદન ક્ષેત્રને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત કવરામાં આવી છે..

અરજીમાં જણાવાયું છે કે, અમેરિકા પહેલાથી જ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો (મલેશિયા, વિયેતનામ, થાઇલેન્ડ, કંબોડિયા) પર ટેરિફ લાદી ચૂક્યું છે જ્યાં ચીની કંપનીઓ અગાઉ ઉત્પાદન કરતી હતી. હવે તે કંપનીઓ તેમના ઉત્પાદનને ઇન્ડોનેશિયા અને લાઓસમાં ખસેડી રહી છે. ઉપરાંત, ભારતની કેટલીક કંપનીઓ પણ યુએસ માર્કેટમાં ઓછા ભાવે પેનલ વેચી રહી છે.

અરજી મુજબ, ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી યુએસમાં સોલાર પેનલની આયાત વર્ષ 2022 માં 289 મિલિયન ડોલર હતી, જે 2023 માં વધીને 1.6 બિલિયન ડોલર થઈ ગઈ, એટલે કે લગભગ 450 ટકાનો વધારો થયો છે.

અરજીમાં સામેલ વકીલ ટિમ બ્રાઇટબિલે જણાવ્યું હતું કે, “અમે હંમેશા માનીએ છીએ કે સૌર ઉદ્યોગની સફળતા માટે અમારા વેપાર કાયદાઓનું કડક પાલન જરૂરી છે.”

Related posts

પ્રભાવક પ્રતિભાવ સાથે ટીટીએફ સંપન્ન

શેરધારકોને અદાણી ગૃપના ચેરમેનનો પત્ર

GUJARAT NEWS DESK TEAM

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

GUJARAT NEWS DESK TEAM

વાઘ બકરી ટી ગ્રુપે તાજગીથી ભરપૂર સુપર-પ્રીમિયમ  નવી ‘વાઘ બકરી રોયલ’ ચા લોન્ચ કરી

GUJARAT NEWS DESK TEAM

વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસના  નિર્માણમાટે અદાણી અને ગુગલ વચ્ચેભાગીદારી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment