આજ રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા અને દેશના વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે પધાર્યા.
વડાપ્રધાને નિકોલ ખાતે ભવ્ય રોડ-શો યોજી રૂ.5477 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ
ગુજરાતની આ ધરતી 2 મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે આપણા દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન એટલે પૂજય બાપુ. – નરેન્દ્ર મોદી
પહલગામમા થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાએ નક્કી કરેલા ટાર્ગેટ પર 22મીનીટમા સફળતા મેળવી આતંકવાદની નાભી પર હુમલો કર્યો.
ઘણા વર્ષોથી જેઓ ગાંઘીના નામે પોતાની ગાડી ચલાવતા તેમના મોઢે એક વખત પણ સ્વચ્છતા શબ્દ સાંભળ્યો નહી હોય કે ન તો સ્વદેશી શબ્દ સાભળ્યો હોય_પી એમ્
પશુપાલકોમા બહેનોનુ સૌથી મોટુ યોગદાન હોય છે,આ બહેનોએ પશુપાલન કરીને આપણા ડેરી શક્તિને મજબૂત બનાવ્યુ,આત્મનિર્ભર બનાવ્યુ. – મોદ
લઘુઉદ્યોગકારો, નાના વેપારીઓ, ખેડૂતો,પશુપાલકો ના હિત મારા પર સર્વોપરી છે.
– નરેન્દ્ર મોદી
આવનારા તહેવારોમાં સ્વદેશી ચિજવસ્તુઓ અપનાવી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીએ. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
વડાપ્રઘાનશ્રીએ આતંકવાદને સામે મક્કમ નિર્ભરતાથી જવાબ આપ્યા પછી ભારતે નવા ભારતના માપદંડ સાબીત કર્યા છે. શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
ઓપરેશન સિંદુરથી મેક ઇન્ડિયા દ્વારા સ્વદેશી સાધનોની તાકતને વિશ્વના દેશોને આત્મનિર્ભર ભારતનો પરિચય થયો. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
વડાપ્રધાનશ્રીએ ગુજરાતને રેલ્વે,રોડ,વિજળી,પાણી ની પણ શ્રેષ્ઠ સુવિધા આપી ઇઝ ઓફ લિવિગ વધાર્યુ છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા તેમજ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે પધાર્યા છે. વડાપ્રધાનશ્રીનો અમદાવાદ એરપોર્ટ થી નિકોલ ખાતે ભવ્ય રોડ શો યાજાયો હતો ત્યાર પછી નિકોલ ખાતે જંગી જાહેર સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી મોદી સાહેબે રૂ.5477 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ. જાહેરસભાના કાર્યક્રમમાં રાજયપાલશ્રી દેવવ્રત આચાર્યજી, પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સૌએ મેક ઇન ઇન્ડિયા અપનાવવા સંકલ્પ લીધો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઉષ્માભેર સંબોધન કરતા જણાવ્યું કે, દેશભરમા ગણેશ ઉત્સવનો એક અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિ દાદાના આશિર્વાદથી ગુજરાતના વિકાસથી જોડાયેલ અનેક વિકાસલક્ષી કાર્યોના શ્રી ગણેશ થયા છે. આ મારુ સૌભાગ્ય છે કે વિકાસના અનેક પ્રોજેકટ જનતાના ચરણોમા સમર્પિત કરવાની તક મળી છે. આ વિકાસ કાર્યો માટે જનાતાને અભિનંદન પાઠવું છું. ચોમાસાની સિઝનમા ગુજરાતમા પણ ઘણા વિસ્તારમા ભારે વરસાદ વરસી રહ્યો છે દેશભરમા પણ ઘણા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની રહી છે અને દરેક પ્રભાવિત પરિવારને મારી સંવેદના વ્યકત કરુ છું. પ્રકૃતિનો પ્રકોપ આખા દેશ અને વિશ્વ માટે એક ચેલેન્જ બની રહ્યુ છે. કેન્દ્ર સરકાર દરેક રાજયોની સરકાર સાથે મળીને રાહત અને બચાવની કામગીરી કરી રહ્યુ છે.
શ્રી મોદી સાહેબે વધુમા જણાવ્યું કે, ગુજરાતની આ ધરતી 2 મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્રધારી મોહન એટલે આપણા દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન એટલે પૂજય બાપુ. આપણે આજે આ બંને એ દર્શાવેલા રસ્તે ચાલીને નીરંતર મજબૂત થઇ રહ્યા છીએ. સુદર્શન ચક્રઘારી શ્રી કૃષ્ણજીએ આપણને શિખવાડ્યુ છે કે દેશની સમાજની રક્ષા કેવી રીતે કરાય છે તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનુ કવચ બનાવ્યું જે દુશ્મનને પાતાળમા પણ ગોતી સજા આપે છે અને આ જ ભાવ આજે ભારતના નિર્ણયમા દેશ અને દુનિયા અનુભવ કરી રહ્યુ છે.
શ્રી મોદી સાહેબે અમદાવાદના જૂના દિવસ યાદ કરતા કહ્યુ કે, આપણા ગુજરાત અને એમાય અમદાવાદેતો એવા દિવસો જોયા છે કે જયારે હુલ્લડ બાજો,ચપ્પા ચલાવનારા, કર્ફયુમા જીવન ગુજારવુ પડે વાર તહેવાર ગુજરાતની ઘરતી રક્ત રંજીત થઇ જતી હતી. આતંકવાદી અને તેમના આકાઓને આજે સરકાર છોડતી નથી. પહેલાના સમયની દિલ્હીમા કોંગ્રેસની સરકાર આતંકવાદીઓ જ્યારે આપણા ખુન વહેડાવતા ત્યારે કશુ કરતી નહતી. દુનિયાએ જોયુ કે પહલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 22 મીનીટમા આપણી સેનાએ સફાચટ્ટ કરી નાખ્યું. નક્કી કરેલા ટાર્ગેટ પર સેનાએ હુમલો કરી આતંકવાદીની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદુર સેનાના શૌર્ય અને સુદર્શન ચક્રઘારી મોહનના ભારતની ઇચ્છા શક્તિનુ પ્રતિક બન્યુ છે.
શ્રી મોદી સાહેબે વધુમા જણાવ્યું કે, ચરખાઘારી મોહન પૂજય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમા બતાવ્યો હતો. આપણે ત્યા જે સાબરમતી આશ્રમ છે એ તે વાતનુ સાક્ષી છે કે, જે પાર્ટીએ તેમનુ નામ લઇને વર્ષો સુધી સત્તા સુખ ભોગવતા રહ્યા તેમણે બાપુની આત્માને કચડી નાખી સ્વદેશી ના મંત્ર સાથે શું કર્યુ?. પાછલા ઘણા વર્ષોથી જેઓ ગાંઘીના નામે પોતાની ગાડી ચલાવતા તેમના મોઢે એક વખત પણ સ્વચ્છતા શબ્દ સાંભળ્યો હશે ન તો સ્વદેશી શબ્દ સાભળ્યો હશે.આ દેશ સમજી નથી શકતો કે તેમની સમજને શું થયું છે. 60 થી 65 વર્ષ દેશમા સાશન કરનાર કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યુ એટલે તે સરકારમા બેઠા બેઠા ઇમ્પોર્ટમા ખેલ કરી શકે પરંતુ આજે ભારતે આત્મનિર્ભતાને વિકસીત ભારતના નિર્માણને આધાર બનાવ્યું છે. ખેડૂતો,માચ્છીમારો,પશુપાલકો અને ઉદ્યોગકારોના દમ પર ભારત ઝડપથી વિકાસના રસ્તે ચાલી રહ્યુ છે,આત્મનિર્ભરના રસ્તે આગળ વધી રહ્યા છીએ. આપણા ગુજરાતના ડેરી સેક્ટરની તાકાત ખૂબ છે,પશુપાલકોમા બહેનોનુ સૌથી મોટુ યોગદાન હોય છે. આ બહેનોએ પશુપાલન કરીને આપણા ડેરી શક્તિને મજબૂત બનાવ્યુ,આત્મનિર્ભર બનાવ્યુ.
શ્રી મોદી સાહેબે લઘુઉદ્યોગકારો, નાના વેપારીઓ, ખેડૂતો,પશુપાલકોને વિનંતી કરતા જણાવ્યું કે, દુનિયામા આર્થિક સ્વાર્થ વાળી રાજનીતી પોત પોતાનુ કરવા લાગી રહ્યા છે તેને આપણે જોઇ રહ્યા છીએ. અમદાવાદની ઘરતીથી લઘુઉદ્યોગકારો, નાના વેપારીઓ, ખેડૂતો,પશુપાલકોને વચન આપ્યુ કે મોદી માટે તમારુ હિત સર્વોપરી છે. મારી સરકાર લઘુઉદ્યોગકારો,ખેડૂતો,પશુપાલોનુ ક્યારેય અહિત નહી થવા દે. કેટલુ પણ દબાણ આવે આપણે તેને સહન કરવાની શક્તિ વઘારતા જઇશું. આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતથી ઘણી ઉર્જા મળી રહી છે તેની પાછળ બે દસકનો સખત પરિશ્રમ છે. આજની નવી યુવા પેઢીએ તે દિવસ નથી જોયા જ્યારે અંહી છાશ વારે કર્ફ્યુ થતા.અંશાતિનુ વાતાવરણ બનાવી રાખવામાં આવતુ હતું પરંતુ આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષીત શહેરમાનુ એક છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાના વાતવરણના સુખદ પરિણામ આપણે ચારેય બાજુથી જોઇ શકીએ છીએ.આજે દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીનો વ્યાપ ગુજરાતની ધરતી પર થઇ રહ્યો છે. ગુજરાત આજે જોઇને ગર્વ કરે છે કે કેવી રીતે આપણુ રાજય મેન્યુફેકચરિંહગ હબ બન્યુ છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતમા બનેલા મેટ્રો કોચ બિજા દેશોમા એક્સપોર્ટ થઇ રહ્યા છે. દેશ-દુનિયાની મોટી કંપનીઓ ગુજરાતમા ફેક્ટરીઓ લગાવી રહી છે. ઇલેક્ટ્રીક વ્હિકલ ઉત્પાદનનુ પણ ગુજરાત મોટુ સેન્ટર બની રહ્યુ છે. ગુજરાત હવે સેમિકન્ડકટર સેક્ટરમા પણ મોટુ નામ કરવા જઇ રહ્યુ છે. ટેક્સટાઇલ,જેમ્સ જ્વેલરી,દવાઓ, વેક્સિન હોય ફાર્મા સેક્ટરમા પણ ગુજરાત આગળ વધી ગયુ છે. ગુજરાત ગ્રીન એન્રજી અને પેટ્રોકેમિકલનુ મોટુ હબ બની રહ્યુ છે. ગુજરાત દેશની પેટ્રોકેમિકલની જરૂરિયાત પુર્ણ કરવા મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે. ઉદ્યોગ હોય કે ખેતી હોય કે ટુરિઝમ માટે સારી કનેક્ટીવીટી ખૂબ જ મહત્વની છે અને પાછલા 20 થી 25 વર્ષમા ગુજરાતની કનેક્ટીવીટી ખૂબ સારી થઇ છે. આજે અમદાવાદમાં બીઆરટીએસ જનમાર્ગની બસ સેવાનો લાભ મળી રહ્યો છે. ગુજરાતના દરેક શહેર આજુબાજુ મોટુ ઉદ્યોગકેન્દ્ર છે. અમારી સરકાર શહેરમા રહેતા ગરિબોને સન્માન રીતે જીવનજીવવા મળે તે માટે પ્રતિબદ્ધ છે.
શ્રી મોદી સાહેબે વધુમા જણાવ્યું કે, બાપુના સાબરમતી આશ્રમનુ નવિનીકરણ થઇ રહ્યુ છે. સરદાર સાહેબનુ ભવ્ય સ્ટેચ્યુ નુ કામ પુર્ણ કર્યુ અને હવે સાબરમતી આશ્રમનુ કામ થઇ રહ્યુ છે. જેને કોઇએ નથી પુછ્યુ તેને મોદી પુજે છે. ગરિબ જ્યારે ગરિબિ માથી બહાર આવે ત્યારે તેઓ નિયો મિડલક્લાસના રૂપમાં એક તાકાત બને છે. આજે નિયો મિડલક્લાસ અને જુનુ મિડલ ક્લાસ દેશની તાકાત બની રહ્યુ છે. જે દિવસે બજેટમા 12 લાખની આવક પર ઇન્કમ ટેક્ષ માફ કર્યો ત્યારે વિપક્ષને સમજણ ન હતી કે આ કેવી રીતે થાય. અમારી સરકાર જીએસટીમા પણ રિફોર્મ કરી રહી છે દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઇ રહી છે. સ્વચ્છતાનુ અભિયાન એક દિવસનુ નથી પરંતુ દરોજ કરવાનુ કામ છે.
શ્રી મોદી સાહેબે સાબરમતી આશ્રમ વિષે જણાવતા કહ્યુ કે, આપણી સાબરમતી નદીની પહેલા કેવી સ્થિતિ હતી. એક સુકુ નાળુ હતુ, અમદાવાદના લોકોએ સંકલ્પ લીધો કે સ્થિતિ બદલીશુ અને સાબરમતી રિવરફ્રન્ટ શહેરનુ ગૌરવ વઘારી રહ્યુ છે. કાકરિયા કાર્નિવલ અમદાવાદનુ ઘરેણુ બની ગયુ છે. અમદાવાદ આજે ટુરિઝમનુ મોટુ કેન્દ્ર બની ગયુ છે. અમદાવાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટિ છે. તહેવારોની સિઝન આવશે તે આપણી સંસ્કૃતિનો ઉત્સવ છે અને આત્મનિર્ભરતાનો પણ ઉત્સવ બનવો જોઇએ. ભારત ટુક સમયમા ગગનયાનમા પહોચશે. આપણુ પોતાનુ સ્પેસ સ્ટેશન બને તેની તૈયારીઓ ચાલી રહી છે. દેશનો પ્રત્યેક નાગરિક સ્વદેશના મંત્રને જીવે એટલા માટે ઓશિયાળાની સ્થિતિ ન સર્જાય. 2047મા દેશ વિકસીત ભારત બનીને રહેશે જેનો મહત્વનો માર્ગ સ્વદેશી અને આત્મનિર્ભર છે. મને આશા છે કે ગુજરાતને મને જેમ સાથ આપ્યો છે તેમ દેશ પણ મને સાથ આપશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સળંગ ચાર હજાર 78 દિવસથી વધુ સાશન કાર્યથી દેશની રાજનીતીમા અનોખો ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઓપરેશન સિદુંર સફળતા પુર્વક પાર પાડયુ છે સફળતા માટે વડાપ્રધાનશ્રી મોદી સાહેબ તેમજ ભારતીય સેનાને ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવું છું. વડાપ્રઘાનશ્રીએ આતંકવાદને સામે મક્કમ નિર્ભરતાથી જવાબ આપી ભારતે નવા ભારતના માપદંડ સાબીત કર્યા છે. ઓપરેશન સિંદુરથી મેક ઇન્ડિયા દ્વારા સ્વદેશી સાધનોની તાકતને વિશ્વના દેશોને આત્મનિર્ભર ભારતનો પરિચય થયો છે. વડાપ્રધાનશ્રી મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, આજે દેશના જનજનને અટુત વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમા ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે. મોદી સાહેબે વિકાસની નવી રાજકીય પરંપરા શરૂ કરી છે. સૌના સાથ,સૌના વિકાસ,સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ ના મંત્રથી ગામડાથી લઇ શહેર સુધીના સર્વગ્રાહી વિકાસની આગવી દિશા આપી છે. વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે 2025નુ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. કેવળીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી,ભાવનગરમા સીએનજી ટર્મીનલ,જામનગરમા ડબલ્યુ એચ ઓનુ ટ્રેડિશનલ મેડિશન સેન્ટર,દાહોદમા લોકોમોટિવ એન્જિન,રાજકોટમા એઇમ્સ હોસ્પિટલ, હિરાસર એરપોર્ટ, નવસારીને ટેક્સટાઇલ પાર્ક, દ્વારકાને બેડ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ,વડોદરાને એરક્રાફટ યુનિટ, ગતી શક્તિ યુનિવર્સિટી,સાંદણ-ધોલેરાને સેમિ કન્ડકટર પ્લાન્ટ એમ રાજયના સર્વાંગી વિકાસની અનેક ભેટ ગુજરાતને વડાપ્રધાનશ્રીએ આપી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને રેલ્વે,રોડ,વિજળી,પાણી ની પણ શ્રેષ્ઠ સુવિધા આપી ઇઝ ઓફ લિવિગ વધાર્યુ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અમદાવાદ હવે ઇકોનોમિક પાવર હાઉસ અને અર્બન પ્લાનિંગનું ટ્રેડ વડાપ્રધાનશ્રીના હસ્તે મળનારી વિકાસના કાર્યોની ભેટ 2035ના ગુજરાત માટેનુ માઇલસ્ટોન સાબિત થશે