ગુજરાત

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્ર  યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન‘ ચર્ચા સત્ર ,યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવનમાં મહિલાઓના યોગદાનના મહાત્મ્યને ચરિતાર્થ કરતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની ઉજવણી “ગિવ ટુ ગેઇન” ની વૈશ્વિક થીમ પર કેન્દ્રિત એક વિશિષ્ટ કાર્યક્રમના માધ્યમથી અદાણી યુનિવર્સિટીએ ઉજવણી કરી હતી. ૮ માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ સંવાદ, ચિંતન અને સહિયારા શિક્ષણના મનનમાં શામેલ  થયા હતા.

વરિષ્ઠ સ્ત્રી રોગ વિજ્ઞાની ડૉ. નીતા ઠાકરેના નેતૃત્વમાં એક ઇન્ટરેક્ટિવ આરોગ્ય અને સુખાકારી સત્રથી ઉજવણીનો આરંભ થયો હતો, જેમણે અટકાયતી આરોગ્ય સંભાળ, સ્વાસ્થ્યની ચિંતાઓ અંગે પ્રારંભિક જાગૃતિ અને મહિલાઓની સુખાકારીને આધાર આપતી રોજિંદા પ્રથાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આરોગ્ય જાગૃતિ પર ખુલ્લી ચર્ચામાં ઉપસ્થિત સહુએ ભાગ લીધો હતો, જેમાં સારી રીતે વાકેફ પસંદગીઓ અને સક્રિય સંભાળના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

શિક્ષણ અને સમાવેષી તકોના મજબૂત હિમાયતી અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણી સાથે આ ઉજવણી પ્રસંગે થયેલી પેનલ ચર્ચાને તેમની સક્રીય ઉપસ્થિતિએ નેતૃત્વ અને હેતુ ઉપર વાતચીતને સમૃદ્ધ બનાવી હતી..

તેમની સાથે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોના સિદ્ધહસ્ત મહિલા અગ્રણીઓ જોડાયા હતા, જેમાં સિરિલ અમરચંદ મંગળદાસ, અમદાવાદના ભાગીદાર અને વડા શ્રીમતી પરિધિ અદાણી,; સેક ઇસરો, અમદાવાદના રીસ્પોન્ડના ’એસજી’ અને મુખ્ય વડા  સાયન્ટીસ્ટ-એન્જીનિયર ડૉ. આભા છાબરા, વાયજે  ત્રિવેદી એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર શ્રીમતી ગોપી ત્રિવેદી, માઇકાના ડીન અને પ્રિન્સિપાલ પ્રાધ્યાપક ગીતા હેગ્ડે અને નોર્થસ્ટાર ડાયગ્નોસ્ટિક્સ અને નોર્થસ્ટાર લોંગેવિટીના સ્થાપક.ડૉ. તુલસી મહાદેવિયાનો સમાવેશ થાય છે.

તેમની વ્યાવસાયિક યાત્રાઓમાંથી પ્રાપ્ત કરેલા નેતૃત્વ, દ્રઢતા અને માર્ગદર્શન પરના તેમના અનુભવોનું ભાથું આ પેનલિસ્ટોએ ઉપસ્થિતો સાથે શેર કર્યું ત્યારે તેમના અનુભવોમાં જ્ઞાન, માર્ગદર્શન અને તકની વહેંચણી અન્ય લોકો માટે વિકાસના પથને કેવી રીતે કંડારે છે, તેનું પ્રતિબિંબ “ગીવ ટુ ગેઇન” થીમના સારને પ્રદર્શિત કરતું હતું.

અદાણી યુનિવર્સિટીના પ્રવક્તાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા શૈક્ષણિક સમુદાયમાં મહિલાઓના નેતૃત્વ અને સિદ્ધિઓને ઓળખવાનો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. પરામર્શ, માર્ગદર્શન અને સહિયારા શિક્ષણને પ્રોત્સાહન આપીને, અમે જ્યાં મહિલાઓ એકબીજાને આધાર આપે અને આત્મવિશ્વાસ અને હેતુ સાથે નેતૃત્વ કરતા રહે એવા વાતાવરણનું નિર્માણ કરવાની આશા રાખીએ છીએ

અદાણી યુનિવર્સિટી સમાવેશકતા, નેતૃત્વ વિકાસ અને સમાન તકોને પ્રોત્સાહન આપતી પહેલોને અવિરત આગળ વધારતી રહે છે. જ્યારે વ્યક્તિઓ એકબીજાના વિકાસમાં રોકાણ કરે છે, ત્યારે તેનો સામૂહિક પ્રભાવ સંસ્થાઓને મજબૂતી બક્ષીને વધુ સમાવેશી ભવિષ્ય નિર્માણમાં ફાળો આપે છે. મહિલા દિવસની ઉજવણીએ યુનિવર્સિટીના આ વિશ્વાસને ફરી પુષ્ટિ આપી છે.

Related posts

ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ

ઉંઝા સ્ટેશન પર અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

GUJARAT NEWS DESK TEAM

આજે NEETની પુન: પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂણ

મયુર ડાયકેમ પર આઇટીના દરોડાનો ત્રીજાે દિવસ, કરોડોની ટેક્સ ચોરીના મહત્વના પુરાવા મળ્યા

GUJARAT NEWS DESK TEAM

ભાવનગરમાં બેકાબૂ કાર બાઈકને અડફેટે લઈ ટ્રક પાછળ ઘૂસી ગઈ, એક જ પરિવારના બે સભ્યોના મોત

Leave a Comment