ગુજરાત
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -૨૦૨૬‘ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઈ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬‘ અન્વયે માહિતી આપતા પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી જેમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા અને મહાનગરના ભાજપા અધ્યક્ષ તથા પ્રશિક્ષણ મહાઅભિયાન ટીમના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યશાળાની શરૂઆત ‘ વંદે માતરમ્‘ અને સમાપન ‘ જન ગણ મન‘ ના સમૂહગાનથી થયું હતું હતું.
ડૉ. અનિલભાઈ પટેલના જણાવ્યાનુસાર, આ પ્રદેશ કાર્યશાળામાં ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીએ ભાજપાના પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત વિગતે છણાવટ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, જનસંઘ થી ભાજપા સુધીની ૭૫ વર્ષની યાત્રાના મૂળમાં વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓ છે. તેઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘ ન રુક્તે હૈ, ન ઝુક્તે હૈ, ન ટુટતે હૈ‘ વાક્યને યાદ કરી કહ્યું કે, જેટલો શ્રેષ્ઠ કાર્યકર્તા, તેટલું સંગઠન વધુ પરિણામલક્ષી. પ્રશિક્ષણ કાર્યકર્તા ઘડતરનું સશકત માધ્યમ છે. વિચારધારા સાથે સક્ષમ, વ્યવહાર કુશળ, અને ટેકનોલોજીનો જાણકાર કાર્યકર્તા તૈયાર કરવો તે પ્રશિક્ષણનો ઉદ્દેશ્ય છે.
શ્રી શિવપ્રકાશજીએ જણાવ્યું હતું કે, દેશના ૮,૭૦,૦૦૦ બુથોના કાર્યકર્તાઓને આ પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આવરી લેવાશે. ગુજરાતમાં ૭ માર્ચ થી તબક્કાવાર મંડલ સ્તરે તેમજ ત્યારબાદ જિલ્લા અને મહાનગર સ્તરે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થશે. પ્રથમ તબ્બકામાં રાજ્યના ૫૮૦ મંડલો માં પ્રશિક્ષણ વર્ગ યોજાશે. એક દિવસ રાત્રિ રોકાણ સાથે થનારા પ્રશિક્ષણ વર્ગોમાં પક્ષના ઇતિહાસ થી લઈને અત્યારના AI સહિતના આધુનિક યુગના વિવિધ પાસાંઓ અને વિષયોને આવરી લઇ વિવિધ સત્રોમાં વક્તાશ્રીઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. બુથ સ્તરે પણ કાર્યશાળાના રૂપમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન થશે. તેઓએ ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી એ સંગઠન આધારિત રાજકીય દળ છે, આપણું સંગઠન કાર્યકર્તા આધારિત છે, આપણો કાર્યકર્તા વિચારધારા આધારિત છે.
આ પ્રદેશ કાર્યશાળામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ૧૯૫૦ ના દાયકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ સશકત રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપવા કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગન શરૂઆત કરાવી હતી. આજના સમયમાં જાણકારી અને માહિતીના આધારે તર્ક ઘડાય છે ત્યારે કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ થકી ઘડતર અંત્યંત મહત્વપૂર્ણ છે. જનસંઘ થી આજ સુધી ભાજપામાં રાષ્ટ્રીય સ્તરની બુથ સ્તરના કાર્યકર્તાના પ્રશિક્ષણની પરંપરા ચાલતી આવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકસિત ભારત @ ૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા ભાજપાનો કાર્યકર્તા વર્તમાન સમયની બાબતો તેમજ આપણા મૂળ વિચારથી સંપૂર્ણ જાણકાર હોવો જોઈએ. આપણે શ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી અમિતભાઈ શાહ, શ્રી નીતિન નવીનજી સહિતના આપણા નેતૃત્વ પાસેથી જાહેર જીવનમાં વાણી, વર્તન અને વ્યવહાર થી લઇ લઈ પ્રત્યેક બાબત અંગે પૂરતો અભ્યાસ અને ઊંડાણપૂર્વકની માહિતી રાખવાની પ્રેરણા લેવી જોઈએ.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ મંડલ સ્તરે પ્રશિક્ષણ વર્ગના આયોજન સંદર્ભે જરૂરી વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત વક્તાઓએ વિવિધ વિષયોને આવરીને કાર્યશાળામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે એ કાર્યશાળાનું સંચાલન કર્યું હતું.

Related posts

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

રાજયમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ-એસડીઆરએફની ૪૯ ટીમો તહેનાત

સાયન્સ સિટિ ખાતે નેશનલ સ્પેસ ડેની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’ – સરકારનું અભિયાન

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

Leave a Comment