ગુજરાત

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમા ની યોજના કાર્યરત છેતો ગુજરાત રાજ્યના ખેડૂતો નો શું વાંક છે? જો યોજના કાર્યરત હોત તો ગુજરાત ના લાખો ખેડૂતો ને આર્થિક વિનાશ થી બચાવી શક્યા હોત. શ્રી શક્તિસિંહ ગોહિલ (સાંસદ)

  • જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશ થી ભાગનારા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?

: શક્તિસિંહ ગોહિલ 

  • પશુધન માટે ઘાસચારાની અછત છે ત્યારે વિનામુલ્યે પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ.

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશ થી પાયમાલ થયેલ ખેડૂતોની સંવેદના સાથે સુર પુરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે ગુજરાતના ખેડૂતોનું જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર સરકાર આપે. ગુજરાત રાજ્યમાં ૨૦૨૦થી પાક વીમાની યોજના બંધ કરી દેવામાં આવી છે, જો યોજના કાર્યરત હોત તો ગુજરાતના લાખો ખેડૂતોને આર્થિક વિનાશથી બચાવી શક્યા હોત. ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમાની યોજના કાર્યરત છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતોનો શું વાંક છે? ગુજરાત રાજ્યમાં ખેડૂતોની કફોડી સ્થિતિ છે, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના યુવા ખેડૂત એ સોનાની સામે ધિરાણ લઈને વાવેતર કર્યું હતું. પાકનો સર્વનાશ થતા ખેડૂતને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી, તેજ પ્રકારની આત્મહત્યાની કરૂણ ઘટના ગિર સોમનાથના ઉના તાલુકામાં બનેલ હતી તે હૃદયદ્રાવક છે. શ્રી શક્તિસિંહ ગોહિલે અપીલ કરી હતી કે સંઘર્ષના સમય માં સમગ્ર ગુજરાત અને કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પડખે ઊભા છીએ ત્યારે ઘર પરિવારને ધ્યાનમાં રાખીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ના લેવા વિનંતી કરીએ છે.

ગુજરાત રાજ્યમાં જગતના તાત ખેડૂતો ઉપર આફત આવી પડી હોય ત્યારે સરકાર દ્વારા સર્વેના નામે ખેડૂતોને કનડકટ ઊભી કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સર્વે પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે સરકારે સર્વેના નાટક બંધ કરીને જેટલું ખેડૂતનું વાવેતર હોય તેટલું તેમને વળતર આપવું જોઈએ. ભૂતકાળમાં ખેડૂતો ના આફતના સમયે કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતો ના ૭૨૦૦૦ કરોડના દેવા માફ કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પ્રચારમાં હાલના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર બનતા જ પહેલી જાહેરાત ખેડૂતોના દેવા માફીની થશે તે ૧૧ વર્ષ પૂર્ણ થયા બાદ થઈ નથી. જ્યારે ગુજરાતના ખેડૂતો ભારે આફતમાં હોય, ત્યારે ડબલ એન્જિનની સરકાર, ૫ ટ્રિલિયનની સરકારને દેવા માફી કરતા કોણ રોકી રહ્યું છે? જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશથી ભાગનારા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? શ્રી શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે તાત્કાલિક ગુજરાત ના ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ. કોંગ્રેસની કર્ણાટક અને તેલંગાણાની સરકાર જો ખેડૂતોના ખાતામાં સીધા એકર દીઠ ૧૬૦૦૦ અને ૧૮૦૦૦ આપી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ અને વાવેતર જેટલું વળતર ચૂકવી દેવું જોઈએ. ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે પશુપાલકો પીડા અને તકલીફમાં છે, પશુધન માટે ઘાસચારો જે મગફળી અને સોયાબીન ના પાંદડાઓમાંથી મળતો તે નાશ થઈ ચૂક્યો છે. પશુધન માટે ઘાસચારાની અછત ઉભી થઈ છે ત્યારે ભૂતકાળની કોંગ્રેસની સરકાર દક્ષિણ ભારત થી ટ્રેન દ્વારા વિનામૂલ્ય ઘાસચારો ઉપલબ્ધ કરાવતી હતી. સરકાર પશુધન માટે ઘાસચારો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવો જોઈએ, ફોરેસ્ટના ગોડાઉનમાં ઘાસચારો ઉપલબ્ધ હોય તેને પશુધન માટે આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 6 નવેમ્બરથી ગુજરાત રાજ્યના જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીના નેતૃત્વ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ખેડૂત આક્રોશ યાત્રા નવેમ્બર 13 સુધી સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી ખેડૂતોની તકલીફ અને પીડાને વાચા આપવાનું કામ કરશે. ખેડૂત આક્રોશ યાત્રામાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રદેશના નેતાઓને જવાબદારી સોંપાઈ છે તે હેઠળ નવેમ્બર ૮ ના રોજ ખીજડીયા હનુમાન-અમરેલી થઈ ગઢડા સુધીની યાત્રામાં શ્રી શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે.

Related posts

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

GUJARAT NEWS DESK TEAM

અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

GUJARAT NEWS DESK TEAM

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

શંકરસિંહ બાપુના સરકાર પ્રહારો

Leave a Comment