
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ નેશનલ પાર્ટનર તરીકે ભાગ લીધો હતો અને ૨૯-૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન વડોદરા ખાતે યોજાયેલી બે દિવસીયવાઈબ્રન્ટ ગુજરાત રીજનલકોન્ક્લેવ (VGRC) ૨૦૨૬ ના સફળ આયોજન બદલ ગુજરાત સરકારની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરે છે.
આ કોન્ક્લેવ મધ્ય ગુજરાતની આર્થિક ક્ષમતાઓને ઉજાગર કરવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગ-સરકાર વચ્ચેના સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્રિત ક્ષેત્રીય ચર્ચાઓ, વ્યૂહાત્મક ભાગીદારી અને નીતિવિષયક વિચાર-વિમર્શ દ્વારા, આ કાર્યક્રમે સંતુલિત પ્રાદેશિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિ, નવીનતા (ઇનોવેશન) અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
ઉદ્ઘાટન દિવસની શરૂઆત વાઈબ્રન્ટ ગુજરાત રીજનલકોન્ક્લેવ અને ટ્રેડ એક્ઝિબિશનના પ્રારંભ સાથે થઈ હતી, જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી (ભારત સરકાર) શ્રી મનોહર લાલ; ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી; માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી (ભારત સરકાર) ડૉ. મનસુખ માંડવિયાની સાથે અગ્રણી મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને ભાગીદાર દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગના એક પ્રમુખ હિસ્સેદાર તરીકે, GCCI એ વડોદરા-મધ્ય ગુજરાત આર્થિક કોરિડોરને મજબૂત કરવા પર કેન્દ્રિતચર્ચાઓને આગળ વધારવામાં ગુજરાત સરકાર સાથે સક્રિયપણે સહયોગ કર્યો હતો, અને સાથે જ ટકાઉ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ અને સરકાર વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવી હતી.
બીજા દિવસે MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવા અંગે વિચાર-વિમર્શ કરવા માટે નીતિનિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને સંસ્થાકીયપ્રતિનિધિઓ એકસાથે આવ્યા હતા. આ સત્રમાં ભારતના માનનીય કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ; ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ; માનનીય કેન્દ્રીયમત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી (ભારત સરકાર) શ્રી રાજીવ રંજન સિંહ; ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સામાજિક ન્યાય અને સત્તાધિકાર વિભાગના રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલ; GSFC યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પી. કે. તનેજા, IAS (નિવૃત્ત); અને ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, IAS ઉપસ્થિત રહ્યા હતા.
MSME કોન્ક્લેવ દરમિયાન, GCCI ના પ્રમુખ અને એસ્ટ્રલલિમિટેડનાચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંદીપએન્જિનિયરે મુખ્ય પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમના ભવિષ્યને આકાર આપવામાં નવીનતા, ટેકનોલોજી અપનાવવા, ટકાઉપણું (સસ્ટેનેબિલિટી), ગુણવત્તામાં વધારો અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પોતાના ઉદ્યોગસાહસિકતાના અનુભવના આધારે, તેમણે MSMEs ને ડિજિટલટ્રાન્સફોર્મેશનઅપનાવવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવા માટે પોતાની ક્ષમતાઓમાં સતત વધારો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ કોન્ક્લેવનું મુખ્ય આકર્ષણ ભારત સરકારના MSME મંત્રાલયની ‘રેઝિંગ એન્ડ એક્સિલરેટિંગMSME પર્ફોર્મન્સ’ (RAMP) યોજના હેઠળ ગુજરાત સરકારના MSME કમિશનરેટ માટે તૈયાર કરવામાં આવેલી“Scaling Up Industry 4.0 Transformation”પરની માર્ગદર્શિકા (ગાઇડબુક)નું વિમોચન હતું. આ પ્રકાશન MSMEs ને ઇન્ડસ્ટ્રી ૪.૦ ટેક્નોલોજી, સ્માર્ટમેન્યુફેક્ચરિંગપદ્ધતિઓ અને ઓટોમેશનઅપનાવવામાં મદદ કરવા માટે એક વ્યવહારુ રોડમેપ તરીકે કામ કરે છે, જેનાથી ઉત્પાદકતા અને ઓપરેશનલશ્રેષ્ઠતામાં વધારો થશે.
ઇન્ડસ્ટ્રી ૪.૦ ગાઇડબુકના વિમોચન પ્રસંગે વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગનાપ્રતિનિધિઓ સાથે GCCI ના નેતૃત્વની ઉપસ્થિતિ, ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે તકનીકી પ્રગતિ અને ઓપરેશનલઆધુનિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બરનીપ્રતિબદ્ધતા દર્શાવે છે.
VGRC માં વિવિધ કોન્ક્લેવ, પેનલ ચર્ચાઓ, પ્રદર્શન, વેન્ડરડેવલપમેન્ટપ્રોગ્રામ્સ અને MoUs (સમજૂતી કરાર) પર હસ્તાક્ષર પણ સામેલ હતા, જે રોકાણકારોના મજબૂત આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને વ્યવસાય, ઉદ્યોગ અને રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે ગુજરાતના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
GCCI એ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલકોન્ક્લેવનાપરિણામોને રાજ્ય માટે સતત ઔદ્યોગિક વિકાસ, વધતા રોકાણ, રોજગારીનીતકોનું સરજન અને લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિમાંપરિવર્તિત કરવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે મળીને નજીકથી કામ કરવાની તેની પ્રતિબદ્ધતાનોપુનરોચ્ચાર કર્યો હતો.