OTHER

ગણપત યુનિવર્સિટી માં AI અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ વિષયક બે દિવસીય કાર્યશાળાનું સફળ આયોજન

ગણપત યુનિવર્સિટીના આચાર્ય મોતીભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર સ્ટડીઝ (AMPICS) દ્વારા AICTE-VAANI યોજના અંતર્ગત “આધુનિક ડિજિટલ સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ” વિષય પર બે દિવસીય કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી આ કાર્યશાળા સંપૂર્ણપણે હિન્દી ભાષામાં યોજવામાં આવી હતી.

આ કાર્યશાળા AICTE – Vibrant Advocacy (VANI) for Promotion and Development of Indian Languages Scheme અંતર્ગત પ્રાયોજિત કરવામાં આવી હતી. AICTE-VAANI યોજનાના મુખ્ય ઉદ્દેશને અનુરૂપ, આ કાર્યશાળાના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા જેવા ઝડપથી વિકસતા ટેકનોલોજી ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય તકનીકી જ્ઞાન સંશોધન વિદ્યાર્થીઓ, અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો સુધી તેમની માતૃભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા ભાષાકીય અવરોધો દૂર કરવાની સાથે હિન્દી ભાષામાં આધુનિક ટેકનોલોજી ક્ષેત્ર માટે તકનીકી શબ્દભંડોળના વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું હતું.

કાર્યશાળાના સમારોહમાં ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ ડૉ. મહેન્દ્ર શર્મા, ડિરેક્ટર જનરલ ડૉ. રાકેશ પટેલ, અમદાવાદની Gateway Group of Companies ના ગ્રુપ CTO અને MD શ્રી પ્રતીક મહેતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગાંધીનગર સ્થિત National Forensic Sciences University (NFSU)ના સાયબર સિક્યુરિટીના પ્રોફેસર, સાયબર સિક્યુરિટી વિભાગના વડા અને ડીન ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ વિશેષ અતિથિ તથા કાર્યશાળાના રિસોર્સ પર્સન તરીકે જોડાયા હતા.

કાર્યશાળાની શરૂઆતનો પરિચય અને રૂપરેખા ડૉ. નિર્ભય ચૌબે, વર્કશોપના કોઓર્ડીનેટર અને ડિન પ્રો. દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. શ્રીધરન રાજગોપાલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ પોતાના સંબોધનમાં આધુનિક ડિજિટલ વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ફેકલ્ટી સભ્યોની ક્ષમતાવર્ધન માટે આવી કાર્યશાળાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડૉ. રાકેશ પટેલે કાર્યશાળાના આયોજનના વ્યાપક મહત્વ અને ઉપયોગિતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

મુખ્ય અતિથિ શ્રી પ્રતીક મહેતા, ગ્રુપ CTO અને MD, Gateway Group of Companies, અમદાવાદના શ્રી પ્રતીક મહેતાએ કી-નોટ સંબોધન કર્યું હતું. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ઉભરી રહેલા પડકારો અને જોખમો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ ઉદ્યોગક્ષેત્રના પોતાના અનુભવ અને વર્તમાન ઉદ્યોગની જરૂરિયાતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્ઘાટન સમારોહના અંતે વર્કશોપના કો-કોઓર્ડિનેટર અને કમ્પ્યુટર એપ્લિકેશન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય બી. પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

બે દિવસીય ટેકનિકલ કાર્યશાળામાં વિવિધ કોલેજો અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી કુલ 54 સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિષ્ણાતોની પ્રતિષ્ઠિત ટીમ દ્વારા યોજાયેલા વિવિધ સત્રોમાં સહભાગીઓને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સુરક્ષા અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.

ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ (NFSU, ગાંધીનગર) દ્વારા સાયબર સિક્યુરિટી, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ડિજિટલ એસેટ્સ અને સેવાઓના રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રી મઝહર રાણા (Sophos Ltd., અમદાવાદ) દ્વારા Secure-by-Designના સિદ્ધાંતો અને Cyber Threat Intelligence અંગે સત્રો યોજાયા હતા.

ડૉ. વિશાલ જે. રાઠોડ (Quantum Networks, બેંગલુરુ) દ્વારા IoT અને Embedded Systems Security, તેના મૂળભૂત સિદ્ધાંતો, વિવિધ જોખમો તથા Vulnerability Assessment અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

શ્રી રજત ખંડેલવાલ (KPMG, બેંગલુરુ) દ્વારા Cyber Incident Response Tools, Techniques અને Best Practices અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રી આશુતોષ કાચોટ (Addact Technologies, અમદાવાદ) દ્વારા Cyber Threat Intelligence માટે Artificial Intelligenceના ઉપયોગ અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યશાળાના વિવિધ સત્રો દરમિયાન નેટવર્ક સિક્યુરિટી, Secure-by-Design, IoT Device Assessment, Incident Response તથા AI આધારિત Cyber Threat Intelligence જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સહભાગીઓને ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત થઈ હતી.

કાર્યશાળાનો સમાપન સમારોહ બીજા દિવસે યોજાયો હતો. સમાપન સત્ર દરમિયાન સહભાગીઓ પાસેથી લેખિત તેમજ મૌખિક પ્રતિસાદ લેવામાં આવ્યો હતો. સહભાગીઓએ કાર્યશાળાની સુવ્યવસ્થિત સામગ્રી તેમજ દેશના જાણીતા સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનની પ્રશંસા કરી હતી.

ત્યારબાદ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સફળ ઉમેદવારોને AICTE પોર્ટલ મારફતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. શ્રીધરન રાજગોપાલે સમાપન સંબોધન કર્યું હતું. અંતે વર્કશોપ કોઓર્ડિનેટર ડૉ. નિર્ભય ચૌબે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યશાળાના સફળ આયોજનમાં સહયોગ બદલ AICTE પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યશાળા ફેકલ્ટી સભ્યો, સંશોધકો અને ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને Cyber Threat Intelligence જેવા આધુનિક અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં જ્ઞાન તથા કૌશલ્ય વધારવા માટેનું અસરકારક મંચ સાબિત થઈ હતી.

Related posts

ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર ર્જીંય્ના દરોડા

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં દસ વર્ષમાં 800 ટીપી સ્કીમ મંજૂર કરાઈ ગત એક વર્ષમાં 119 ટીપી સ્કીમો ને મંજૂરી અપાઈ

લોકસંસ્કૃતિને સાચવનારા કચ્છમાં લોકનારીઓના વેઢે વણાયેલી છે ભાતીગળ ગુજરાતની લોકકળા

GUJARAT NEWS DESK TEAM

વિકાસ સપ્તાહ અંગેનું થીમ સોંગ લોંચ કરતાં મુખ્યમંત્રી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment