ગુજરાત

ખેડૂતો સાથે છેતરપિંડી કરી તો લાયસન્સ રદ થવાની સાથે થશે જેલ


રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારના ગુનાઓમાં “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (ઁમ્સ્) એક્ટ-૧૯૮૦” હેઠળ ગુનો નોંધીને વેપારીઓને ડિટેઇન કરવાની શરૂઆત કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના સીધા આદેશ હેઠળ, રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ તેમજ કાળાબજારી કરનારા વિક્રેતાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવા સુધીની જ નહીં, પરંતુ સીધા જેલ ભેગા કરવા સુધીની સખત કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ કાર્યવાહી અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ ૪ ઇસમો વિરુદ્ધ ‘ઁમ્સ્ એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જાેગવાઈનો અમલ કરવામાં આવશે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે ઁમ્સ્ એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને ઁમ્સ્ એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર ૬૮ ખાતર વિક્રેતા, ૧૭ બિયારણ વિક્રેતા અને ૧૩ જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ ૯૮ વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.

Related posts

વરસાદની ભારે ખેંચથી વાવેતરમાં ૪૦ ટકા ઘટાડો, માત્ર એક ઇંચ વરસાદથી કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર તાત્કાલિક પગલાં ભરે : અમિત ચાવડા 

શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧માં વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તક પ્રસિદ્ધ કરાયું

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  2 દિવસના ગુજરાત પ્રવાસे

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીનાં રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરતા ઇશ્વરદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment