ગુજરાત

ગાંધીનગરની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા અને સંચાલકો દ્વારા પરિવાર ને ધમકી આપવામાં આવી: AAP પોલ ખોલ ટીમ

ગાંધીનગરની કન્યા છાત્રાલયમાં 3 દીકરીઓ દ્વારા સુસાઇડ નોટ લખીને સુસાઇડ કરવાનો પ્રયત્ન કરવો પડે એટલો માનસિક ત્રાસ છાત્રાલયના ગૃહમાતા દ્વારા આપવામાં આવ્યો: AAP પોલ ખોલ ટીમ
રાત્રે 15 ફુટ ઊંચા બાથરૂમમાંથી 3 દીકરીઓ કૂદીને જંગલ માં ભાગી અને બાવળા પોલીસ સ્ટેશન પહોંચી: AAP પોલ ખોલ ટીમ
ગૃહમાતા અને સંચાલકો દ્વારા પરિવાર ને ધમકી આપવામાં આવી: AAP પોલ ખોલ ટીમ
મેટર પુરી કરવાનો દબાણ પરિવાર પર આપવામાં આવ્યો: AAP પોલ ખોલ ટીમ
પરિવારને છાત્રાલય દ્વારા જાણ પણ ન કરવામાં આવી, પરિવાર સાથે અત્યારે પેથાપુર પોલીસ સ્ટેશન ન્યાય માટે આમ આદમી પાર્ટીની ટિમ ધરણા પર ઉતરી: AAP પોલ ખોલ ટીમ
જ્યાં સુધી ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે: AAP પોલ ખોલ ટીમ
આમ આદમી પાર્ટી મધ્ય ઝોન પ્રમુખ જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, જીતુ ઉપાધ્યાય, લાલભાઈ, પુષ્પકભાઈ, નિશાંતભાઈ, હરિભુવન પાંડે, મોહિતભાઈ સહીત આગેવાનો હાજર છે
અમદાવાદ/ગાંધીનગર/ગુજરાત
આજે ગાંધીનગરમાં રાંધેજા ખાતે આવેલી સાબરમતી કન્યા છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ પહોંચી હતી.  ઘટના એવી બની હતી કે ત્રણ વિદ્યાર્થીઓ છાત્રાયલના ગૃહમાતાના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ લખીને છાત્રાલયની બારીમાંથી કૂદીને ખેતરોમાંથી પસાર થઈને જેમતેમ કરીને મોડી રાત્રે બાવળા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ અંગેની જાણ આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમને થતાં આમ આદમી પાર્ટી સેન્ટ્રલ ઝોનના અધ્યક્ષ જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, શિક્ષણ સેલના પ્રેસિડન્ટ જીતુભાઈ ઉપાધ્યાય, ગાંધીનગર પ્રમુખ લાલભાઈ વણઝારા, પુષ્પક પટેલ, નિશાંતભાઈ ઠક્કર, હરી ભુવન પાંડે તથા અન્ય સાથીઓ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. આ તકે AAP પોલ ખોલ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે, ગઈકાલે છાત્રાલય ખાતે છાત્રાલયના ગૃહમાતાના માનસિક ત્રાસથી કંટાળી ત્રણ વિદ્યાર્થીઓએ સૌપ્રથમ સુસાઇડ નોટ લખી. આ સ્યુસાઇડ નોટ છાત્રાલયના ગૃહમાતા સુધી પહોંચી ગઈ ત્યારે તેમણે વિદ્યાર્થીનીઓને ડરાવી, ધમકાવી અને માનસિક ત્રાસ આપ્યો,, વિદ્યાર્થીનીઓ પાસેથી એવું લખાણ લેવામાં આવ્યું કે “જો કંઈ પણ તમે કરશો તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે”.
વિદ્યાર્થીનીઓ માનસિક ત્રાસથી એટલી બધી કંટાળી અને એટલી હદે ડરેલી હતી કે તેઓ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી ગઈ હતી. ત્રણે વિદ્યાર્થીની કન્યા છાત્રાલયના રૂમની કાચની બારી તોડીને 15 ફૂટ ઉંચેથી કૂદકો મારીને ભાગી ગઈ હતી અને જંગલમાં ત્રણ કિલોમીટર ચાલીને હાઇવે પર પહોંચી હતી ત્યાંથી રિક્ષામાં બેસીને બાવળા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં પણ છાત્રાલયના સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓના પરિવારને જાણ કરવામાં આવી ન હતી. આ વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે કે, આ શિક્ષણનું ક્ષેત્ર છે અહીંયા અમે ભણવા માટે આવીએ છીએ પરંતુ ભણાવવા સિવાય અહીંયા અમારી પાસે બીજા બધા કામ કરાવવામાં આવે છે. સ્કૂલની સફાઈ, બાથરૂમની સફાઈ, ગાર્ડનની સફાઈ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવામાં આવે છે. આ વિદ્યાર્થીનીઓએ માનસિક ત્રાસથી કંટાળીને સુસાઇડ કરવાનું પગલું ભરવા માટે વિચાર્યું ત્યારે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ એમની વહારે આવી ચડી હતી. આ મુદ્દે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પેથાપુર પોલીસ સ્ટેશન પર હાજર રહેશે.

Related posts

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગાવાશે

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા.

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment