ગુજરાત

AAP દ્વારા ભારત-પાકિસ્તાન મેચનો બોયકોટ – ઈસુદાન ગઢવીએ કર્યો મેચનો સખ્ત વિરોધ

 

AAP દ્વારા ભારત-પાકિસ્તાન મેચનો બોયકોટ – ઈસુદાન ગઢવીએ કર્યો મેચનો સખ્ત વિરોધ

આતંકીઓને સપોર્ટ કરનાર પાકિસ્તાન સામે ક્રિકેટ શા માટે? – ઈસુદાન ગઢવીનો ભાજપને સીધો સવાલ

નેતાઓના દીકરાઓના બિઝનેસ માટે દેશની લાગણીઓ સાથે ખેલ – ઈસુદાન ગઢવીનો આક્ષેપ

પહેલગામ હુમલાના શહીદોની યાદ અપાવી ઈસુદાન ગઢવી બોલ્યા – પાકિસ્તાન સામે મેચ દેશનું અપમાન

વિપક્ષમાં હોત તો ભાજપે વિરોધ કર્યો હોત – ઈસુદાન ગઢવી

દેશની લાગણીઓ સાથે ખીલવાડ ન કરો, હજી સમય છે મેચ રદ કરો” – ઈસુદાન ગઢવીની મોદી-શાહને અપીલ

BCCIને કરોડોની કમાણી પણ જનતાનું અપમાન – ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર

ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે વડાપ્રધાન મોદી કેમ ચૂપ? – ઈસુદાન ગઢવીનો સવાલ

પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ બંધ ન કરે ત્યાં સુધી કોઈ મેચ નહીં – ઈસુદાન ગઢવી

મેચ રદ કરો, નહીં તો દેશ સાથે દગો ગણાશે – ઈસુદાન ગઢવીનો મોદી સરકારને અલ્ટિમેટમ

ભારત–પાકિસ્તાન વચ્ચે કોઈ વાટાઘાટ કે ક્રિકેટ નહીં – ઈસુદાન ગઢવીની સ્પષ્ટ માંગ

ગુજરાતની જનતાએ જવાબ આપવો જોઈએ – શું તમે આ મેચના સમર્થનમાં છો? – ઈસુદાન ગઢવી

દેશપ્રેમી નેતા આ મેચનો વિરોધ કરશે, ભાજપના દલાલ ચૂપ રહેશે – ઈસુદાન ગઢવી

અટલજીની ભાજપ હોત તો મેચની કલ્પના પણ નહીં કરે – ઈસુદાન ગઢવીનો પ્રહાર

નકલી ભાજપ સત્તામાં છે, દેશની લાગણીઓ સાથે ખેલ કરે છે – ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આજે આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો બોટકોટ કર્યો. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી આ મેચનો સખ્ત વિરોધ કરતા કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનની મેચ ન રમાવી જોઈએ. એક ભારતના નાગરિક તરીકે, ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે અને ગુજરાતના નાગરિકોના લાગણીઓ સાથે હું જવાબદારી પૂર્વક કહું છું કે આ મેચના રમાવી જોઈએ નહીં. ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું હતું કે, કયા મોઢે આપણે પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યા છીએ તે સમજાઈ રહ્યું નથી. નેતાઓના દીકરાઓના બિઝનેસ ચલાવવા માટે આપણે દેશ સાથે ખીલવાડ કરી રહ્યા છીએ. જો આજે ભાજપના નેતાઓ વિપક્ષમાં હોય તો તેમના ધારાસભ્ય, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ કૂદી કૂદીને વિરોધ કરવા ઉતરી પડ્યા હોત. આ ભાજપનું દોગલાપણું છે. આપણા દેશની લાગણી સાથે સતત ખિલવાડ થઈ રહ્યો છે. આજે ભારત પાકિસ્તાનની મેચ છે અને આખો દેશ ઈચ્છી રહ્યો છે કે આ મેચ ન રમાવી જોઈએ. પહેલગામ હુમલામાં આપણી બહેનોના સિંદૂર ઉજળી ગયા છે અને આપણે મેચ રમવા જઈએ છીએ અને તાલીઓ પાડવા જઈએ છીએ. આખો દેશ જડબાતોડ જવાબ આપવાની રાહ જોઈ રહ્યો હતો. ભાજપના નેતાઓના દીકરા BCCI સાથે સંકળાયેલા છે તેમના BCCI સાથે બિઝનેસ ચાલે છે એટલે તેઓ એવું ઇચ્છતા હશે કે BCCI કરોડોની કમાણી કરે. અમે આ દેશ માટે પ્રાણ આપવા તૈયાર છીએ લડવા માટે તૈયાર છીએ પરંતુ તેમને કમાણી દેખાય છે. આ 140 કરોડનો દેશ છે અમારી પાસે પૈસા નહીં હોય તો પણ તમને પાંચ પચ્ચીસ રુપિયા ઉઘરાવીને 140 કરોડની જનતા આપી દેશે.

ગુજરાતની જનતાએ ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી પાસેથી જવાબ માંગવો જોઈએ કે આ મેચ શા માટે રમાડો છો. આપણા ખેલાડીઓ બીસીસીઆઈથી મજબૂર થઈને ન નહીં શકે પણ BCCIને પણ કમાણી દેખાતી હશે. આપણા પૂર્વ ખેલાડીઓ પણ કશું બોલતા નથી પરંતુ સવાલ એ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે ભારતની 140 કરોડની જનતાને જવાબ આપવો પડશે કે, તમે લોકો દેશની લાગણીની વિરુદ્ધ જઈને ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવાનો જે ખેલ કરી રહ્યા છો એ બહુ જ ખરાબ છે. ઇસુદાન ગઢવીએ હાથ જોડીને જય શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરતા કહ્યું હતું કે, હજી પણ સમય છે તમે આ મેચ રદ કરી નાખો નહીં તો ભાજપના કોઈપણ કાર્યકર્તાઓ જનતા સામે મોઢું દેખાડવાને લાયક નહીં રહે. આપણે સૌ આજને મેચ બોયકોટ કરવી જોઈએ. દેશના તમામ નાગરિકોએ આ વિશે વિચારવાની જરૂર છે. પાકિસ્તાન આપણા ઉપર વારંવાર આતંકી પ્રવૃત્તિઓ કરે છે. આપણા ઉપર ગોળીઓ વરસાવે છે. આ પહેલા પણ આપણા જવાનોને મોતને ઘાટ ઉતાર્યા એટલે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જ જોઈએ પરંતુ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાટાઘાટો ના કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારની મેચ ના રમાવી જોઈએ.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ધોરણે આ મેચ રદ કરે તેવી માંગણી કરતા વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન આપણા દેશમાં આતંકી પ્રવૃત્તિઓ બંધ ન કરે ત્યાં સુધી કોઈ પણ મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમવા દેવી જોઈએ નહીં. હું ગુજરાતની જનતાને પૂછવા માગું છું શું તમે આ મેચ રમાય એના સમર્થનમાં છો? તમારે પણ તમારો જવાબ ફેસબુક લાઇવ દ્વારા આપવો જોઈએ. ભાજપનો કોઈ નેતા, ધારાસભ્ય દેશપ્રેમી હશે તો એ ચોક્કસ આ મેચનો વિરોધ કરશે. જો ભાજપનો કોઈ નેતા, ધારાસભ્ય ડરપોક હશે અને માત્ર ભાજપનો દલાલ હશે તો એ આ મેચનો વિરોધ નહીં કરે. ભાજપવાળા ન પેટનું પાણી હલી નથી રહ્યું એનો અર્થ એ થયો કે, નકલી ભાજપ અત્યારે સત્તામાં બેઠી છે અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર હોત તો કહ્યું હોત કે, ખબરદાર જો મેચનો વિચાર પણ કર્યો છે. જ્યાં સુધી મારા દેશના નાગરિકોને ન્યાય નહીં મળે જ્યાં સુધી પાકિસ્તાન સીધું નહીં થઈ જાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ વ્યવહાર કરવાનો થતો નથી.

Related posts

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો

GUJARAT NEWS DESK TEAM

વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment