રાષ્ટ્રીય

પ્રોફેશનલ કોર્ષ ચલાવતી કોલેજ-સંસ્થાનો અધવચ્ચે ફી નહીં વધારી શકે

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા જ સમગ્ર અભ્યાસક્રમની ફી અગાઉથી નક્કી થઈ જવી જાેઈએ, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે.
આ સમગ્ર મામલો પશ્ચિમ બંગાળની ‘ડો. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજ‘માં બી.ટેક.ના ૨૦૨૩-૨૭ બેચની ફી સાથે જાેડાયેલો છે. રાજ્ય સરકારે ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ખાનગી એન્જિનિયરિંગ, ફાર્માસી અને આર્કિટેક્ચર કોલેજાે માટે ફીની નવી મર્યાદા નક્કી કરી હતી. ત્યારબાદ કોલેજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સંબંધિત વિદ્યાર્થીઓની સેમેસ્ટર ફી વધારી દીધી હતી અને ડેવલપમેન્ટ ફી પણ લાગુ કરી હતી. રિપોર્ટ મુજબ આના કારણે વિદ્યાર્થીઓ પર ફીનો બોજ અંદાજે ૩૭.૫ ટકા વધી ગયો હતો.
આ ફી વધારાના ર્નિણય સામે વિદ્યાર્થીઓએ કલકત્તા હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે નવી ફી વ્યવસ્થા માત્ર ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ કે ત્યારબાદ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પર જ લાગુ થઈ શકે છે. હાઇકોર્ટના આ ર્નિણય વિરુદ્ધ કોલેજ અને સંબંધિત પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં ‘ડૉ. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજ એન્ડ એર્ન્ઝ. વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકાર અને અન્ય’ કેસની સુનાવણી થઈ હતી.
જસ્ટિસ પમિદિઘંતમ શ્રી નરસિંહ અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્વ-ધિરાણ મેળવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોફેશનલ કોર્સની ફી ભણતરની વચ્ચે ક્યારેય બદલવી જાેઈએ નહીં. વિદ્યાર્થીઓને પ્રવેશ લેતા પહેલા જ આખા કોર્સના ખર્ચની સ્પષ્ટ માહિતી મળવી અનિવાર્ય છે.
ભારતના મોટાભાગના પરિવારો માટે પ્રોફેશનલ શિક્ષણ મેળવવું એક મોટો નાણાકીય બોજ સમાન હોય છે. ઘણા પરિવારો આ માટે એજ્યુકેશન લોન પણ લેતા હોય છે. આવા સંજાેગોમાં અચાનક ફી વધવાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ જાય છે. જાે કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર અસાધારણ પરિસ્થિતિઓ (જેમ કે અચાનક મોટો આર્થિક સંકટ કે કાયદામાં ફેરફાર)માં જ ફી બદલવાની છૂટ મળી શકે છે. પરંતુ કોલેજાે પોતાની ખામીઓ કે આયોજનના અભાવને છુપાવવા માટે આ છૂટનો દુરુપયોગ કરી શકશે નહીં. ફી નક્કી કરનારી સમિતિઓએ પણ વાસ્તવિક ખર્ચ અને ઓડિટ કરેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને સમયસર પોતાનું કામ પૂરું કરવું પડશે. ે

Related posts

સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જાેઈએ

GUJARAT NEWS DESK TEAM

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

સિક્કિમમાં ટનલ તૂટી પડતાં ૭ કામદારોનાં મોત થયા

આસામના જાેરહાટ એરબેસ AIFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

ભાજપ સરકારે મદરેસાઓ સામે મોટી ઝુંબેશ શરૂ કરી, ૧,૮૦૦ મદરેસા બંધ કરાઇ ૧૧,૦૦૦ બંધ થવાના ભયનો સામનો કરી રહી છે

Leave a Comment