મારું શહેર

સ્ટર્લીંગ સીટી સેક્ટર એ નું સ્ટેટસ ચેન્જ :પાણી નગરી માંથી કાદવ નગરી બની

 
બોપલના સ્ટર્લીંગ સીટી સેક્ટર એ માં ગટર લાઈન માટે બંને બાજુ સિમેન્ટ કોન્ક્રીટ નો રોડ ખોદી નાખીને ગટર લાઈન નાખવામાં આવી છે. જેમાં એક તરફનું ખોદાણ ભૂલથી કરી નાખ્યું હતું, પછી બીજી તરફ ગટર લાઈન નાખવામાં આવી છે. પણ ગટર લાઈન ની મોટી પાઇપ નાંખવા માટે જે ઊંડા ખાડા કર્યા હતા ,એ ખાડામાં માટી નાખીને માટીના ઢગલા કરીને કામ અધૂરું છોડવામાં આવ્યું છે. બીજી તરફ વધારાની માટી અને વધારાનો કોંક્રિટનો જથ્થો ટ્રેક્ટર દ્વારા બીજે લઈ જવામાં આવ્યો છે .પરિસ્થિતિ એ થઈ છે કે વરસતા વરસાદ અને ખાડાઓ ના અધૂરા પુરાણ કામના લીધે સ્ટર્લિંગ સિટી સેક્ટર એ કાદવ નગરી બની ગઈ છે .રોડ પર પાણી અને કાદવ ફેલાયો છે . લોકોને ચાલવા અનેવવહન ચલાવવાની તકલીફ પડી રહી છે.રસ્તો લપસણો થઈ ગયો છે.
બીજી તરફ જ્યાં મોટી ચેમ્બર બનાવી હતી ત્યાં કપચી અને ડામર નો માલ ભરીને પુરાણ કરવામાં આવ્યું છે જેમાં ગાબડા પડી રહ્યા છે કે મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે હવે કોઈપણ રોડ બનશે તો સિમેન્ટના બનશે એની સામે બંને તરફ રોડ ખોદી નાખ્યા પછી ડામર અને કપચીના થીગડા મારીને કામ કરાવવામાં આવશે એવું લાગી રહ્યું છે .ખોદકામ દરમિયાન નગરપાલિકા સાથે જનભાગીદારી માં બનાવેલ પેવરબ્લોક ની ફૂટપાથ પણ તૂટી છે.અહીંના રહીશો ઈચ્છે છે કે આ સીમેન્ટ રોડ બંને તરફથી ખોદી નાખ્યો છે અને કામ અધૂરું છે ,તો આ રોડ નવેસરથી સિમેન્ટનો બનાવવામાં આવે કોર્પોરેશન અને ઔડા માં આવી ગયા પછી આ રોડનું મહત્વ વધ્યું છે ,પણ એના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે .આ રોડ પર કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવે અને સ્ટર્લીંગ સીટી સેક્ટર એ અને બી ને જોડતા ચાર રસ્તે એક બમ્પ બનાવવામાં આવે જેથી બેફામ વળાંક લેતા વાહનો અને બાઇકો જેના વારંવાર એક્સિડન્ટ થાય છે તેના પર નિયંત્રણ આવે. વરસાદ વધશે તો પાણી ક્યાં જશે અથવા તો ઘરમાં પાછું આવશે કે નહીં એની ચિંતા રહીશોને સતાવી રહી છે .મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેટરો અને તંત્ર ત્રણે આ બાબતને ગંભીરતાને લઈને ચોક્કસ પગલાં ભરે એવું લોકો ઈચ્છી રહ્યા છે.

Related posts

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

સ્વદેશી અપનાવવું આજના સમયની માંગઃ ડો.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં ખેડૂતોનો બળવો: પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે આક્રોશ

કોંગ્રેસના નેતા નિશિથ વ્યાસે મતદાન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment