ગુજરાત

વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી.સરકાર દ્વારા પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.અમદાવાદમાં પણ ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હોવાથી સુરત મોડેલની તર્જ પર અમદાવાદના વેપારીઓને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
વરસાદી હોનારત વચ્ચે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા અંગે તેમણે માહિતી આપતાં જણાવાયું હતું કે,રાજ્યના અત્યાર સુધીના ૧૯૯૭ અસરગ્રસ્ત ગામોમાં વીજળી સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવી છે.આ કામગીરી દરમિયાન વીજ કર્મચારીઓના જીવનું જાેખમ વધતું હોવાનું ધ્યાને આવતાં મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ વીજ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી સેફ્ટી સાધનો પૂરા પાડવામાં આવે.આ ઉપરાંત વરસાદમાં વારંવાર તૂટી જતા રસ્તાઓની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સિમેન્ટ-કોંક્રિટ રોડ બનાવવાનો મોટો ર્નિણય લેવાયો છે.
પ્રથમ તબક્કે ગામતળના રસ્તાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ તબક્કાવાર સીસી રોડ તૈયાર કરવામાં આવશે.છેલ્લે રાજ્યમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને તેને દરેક નાગરિકના જીવનનો એક ભાગ બનાવવા માટે કેબિનેટ બેઠકમાંથી વિશેષ હાકલ કરવામાં આવી હતી.સરકારે દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૮થી ૯ વાગ્યા દરમિયાન એક કલાકનું શ્રમદાન કરવાની જાહેરાત કરી છે.આ સ્વચ્છતા મુહિમમાં રાજ્યના તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને કર્મચારીઓ સક્રિય રીતે જાેડાય અને પોતાના પરિસરમાં શ્રમદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. ે

Related posts

સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ 

ગુજરાતમાં નવી સહકારી આધારિત ‘ભારત ટેક્સી’ સેવાનો સત્તાવાર પ્રારંભ

કેગના અહેવાલમાં ચોકાવનારો ખુલાસો, ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

GUJARAT NEWS DESK TEAM

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા

GUJARAT NEWS DESK TEAM

રાજ્ય સભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ શહેર માટે નવી બાયપાસ રેલવે લાઇન નાંખવાની રજૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment