ગુજરાત

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026

 કલા, સંસ્કૃતિ અને રમતગમતનો ત્રિવેણી સંગમ

અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬: અદાણી યુનિવર્સિટી દ્વારા તેના વાર્ષિક આંતરકોલેજ સાંસ્કૃતિક અને રમતગમત મહોત્સવ ‘ASPIRE 2026’ નું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. ચાર દિવસીય આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, નાટક અને રમતગમત જેવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ પ્રતિભાઓ ઉજાગર થઈ હતી. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સ્પર્ધાત્મક ભાવના અને સહયોગના ગુણ વિકસે અને સાથે જ એમનામાં નેતૃત્વ અને ચારિત્ર્ય નિર્માણનો ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. ત્યારબાદ સ્ટુડન્ટ અફેર્સના ડીન ડો. જીજ્ઞેશ ઠાકરે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડો.) ધવલ પૂજારાએ પણ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના મેન્સ અન્ડર-19 ટીમના હેડ કોચ હેમ જોશીપુરા અને અતિથિ વિશેષ તરીકે વર્લ્ડ કપ વિજેતા અન્ડર-19 ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વેદાંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જુસ્સો, ખંત અને ટીમવર્કનું મહત્વ સમજાવતુ પ્રેરક ઉદબોધન કર્યુ હતું. સન્માન સમારોહ બાદ, મહાનુભાવોએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ ‘જલ’, ‘પૃથ્વી’, ‘વાયુ’, ‘અગ્નિ’, ‘અંતરિક્ષ’ અને ‘આકાશ’ હાઉસના કેપ્ટનોએ મશાલ પ્રજ્વલિત કરી એકતા અને ખેલદિલીનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે સ્ટુડન્ટ અફેર કમિટી (SAC) ના મેમ્બર સેક્રેટરી ડો. રિયા મહેતાએ આભારવિધિ કરી હતી, ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે ઉદઘાટન સમારોહ સંપન્ન થયો અને રમતગમતની સ્પર્ધાઓની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. ASPIRE 2026 થકી અદાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઉત્સાહ, સર્જનાત્મકતા તેમજ નેતૃત્વના ગુણોને પ્રોત્સાહનના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.

 

 

 

 

 

 

 

Related posts

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

GUJARAT NEWS DESK TEAM

યુવાનના મોત મામલે પોલીસ સામે આમ આદમી પાર્ટીના સવાલ..

GUJARAT NEWS DESK TEAM

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનુ આહવાન

GUJARAT NEWS DESK TEAM

અમરેલી: યુવાનને ફાડી ખાનાર ચારેય સિંહોને આજીવન કેદ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ (પિસ્ટલ ઇવેન્ટ્સ)નું ઉદ્ઘાટન કર્યું

GUJARAT NEWS DESK TEAM

રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’,  વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment