બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ ક્ષેત્રની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ​​૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય અને કામકાજનાદેખાવની આજે જાહેરાત કરી હતી.

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઈ.ઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે અમારા મુખ્ય વ્યવસાયોમાં મજબૂત નાણાકીય કામકાજ અને સતત કાર્યકારી શ્રેષ્ઠતાના જોરદાર સમર્થનથી નાણાકીય વર્ષ ૨૦૨૭ની મજબૂત શરૂઆત કરી છે, આ ગાળા દરમિયાન અમે ઇન્ટેલીસ્માર્ટના પ્રસ્તાવિત સંપાદન મારફત કંપનીના વિકાસ પ્લેટફોર્મને વધુ ચૂસ્ત બનાવ્યું છે, ભારતના અગ્રણી સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ બનાવવા તરફની દીશામાં કંપનીનું આ એક વ્યૂહાત્મક કદમ છે. તેમણે ઉમેર્યું હતું કે નોંધપાત્ર નવીનીકરણીય ઉર્જા જોડાણો અને ઉપયોગિતા, વાણિજ્યિક અને ઔદ્યોગિક તેમજ ડેટા સેન્ટરના ક્ષેત્રમાં વધતા ગ્રાહકના હિસ્સા મારફત ઉર્જા ઉકેલો માટેના કંપનીના પ્લેટફોર્મે તેની ગતિને વેગવાન બનાવી છે,. તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટની મજબૂત પાઇપલાઇન, શિસ્તસભર અમલીકરણ અને ક્રેડિટની શિસ્તના ટેકે, અમે ટકાઉ વૃદ્ધિને આગળ વધારવા અને લાંબા ગાળાના હિસ્સેદારો માટે મૂલ્યનું નિર્માણ કરવા માટે સારી સ્થિતિમાં છીએ.

એકીકૃત નાણાકીય પ્રદર્શન અનુસાર ટ્રાન્સમિશન, સ્માર્ટ મીટરિંગમાં મજબૂત વૃદ્ધિ, ઉર્જા ઉકેલોના પ્લેટફોર્મ ક્ષેત્રનું નોંધપાત્ર યોગદાન અને વિતરણ વ્યવસાયમાં સ્થિર કામગીરીને કારણે વાર્ષિક ધોરણે એબિડટા ૫૮% વધીને રૂ.૩,૧૭૮ કરોડ પ્રાપ્ત થયો છે. –અહેવાલના સમય દરમિયાન ઓપરેશનલ એબિડટા૭૦ % વધી રૂ. ૨,૭૭૯ કરોડ પ્રાપ્ત થયો છે.. કાર્યદક્ષ કામકાજ તથા તાજેતરમાં શરુ કરવામાં આવેલા ટ્રાન્સમિશન પ્રકલ્પોના ઉલ્લેખનીય યોગદાનના કારણે વાર્ષિક ધોરણે કુલ આવક ૪૦% વધીને રૂ.૯,૮૫૨ કરોડના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી છે; ઉર્જા ઉકેલોના પ્લેટફોર્મમાં  હાલના સ્માર્ટ મીટર રોલઆઉટ તેમજ ઉચ્ચ સર્વિસ કન્સેશન એરેન્જમેન્ટની આવકમાં વધારો તેના મૂડીખર્ચનું કાર્યક્ષમ અમલીકરણ દર્શાવે છે.

નાણાકીય વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં કર બાદનો નફો વાર્ષિક ધોરણે ૧૩૦% વાર્ષિક ધોરણે વધીને રૂ.૧,૨૩૭ કરોડ થયો છે જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ.૫૩૯ કરોડ હતો..ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે રોકડ નફો ૭૦% વધી રૂ. ૧,૭૭૬ કરોડ થયો છે. સમાનગાળામાં ઇન્ટેલીસ્માર્ટ સંપાદનની જાહેરાત સાથે તેને ૪૭ મિલિયનથી વધુ મીટર સાથે ભારતનું સૌથી મોટું સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ બનાવ્યું છે.

અહેવાલના ગાળામાં મૂડીખર્ચ ૧.૫૭ ગણો વધીને રૂ. ૩,૪૯૮ કરોડ થયો છે, જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૨,૨૨૪ કરોડ હતો. મજબૂત કાર્યકારી કાર્યક્ષમતાના પૂરાવા સમાન કંપનીએ ૧૩.૪૪ મિલિયન સંચિત સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશનની કામગીરી સંપ્પન કરી આ ઉદ્યોગમાં અમલીકરણનો નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે.

કંપનીના ઉર્જા ઉકેલોના પ્લેટફોર્મ અંતર્ગત આ  વર્ષેલાંબા ઉનાળાને કારણે રુ.૫૯૬ કરોડના એબિડટા હાંસલ કરવા સાથે મજબૂત શરૂઆતથી વીજળીની માંગમાં વધારો થયો હતો.. કંપની હસ્તકના પ્રકલ્પો દ્વારા બાંધકામ હેઠળની કુલ ટ્રાન્સમિશન પાઇપલાઇન રૂ. ૭૧,૭૭૯ કરોડ છે. કંપનીની સ્માર્ટ મીટર ઓર્ડર બુક  ૨૪.૬ મિલિયન મીટર પર યથાવત છે અને તેની સંભવિત આવક રુ.૨૯,૫૧૯ કરોડ થવાનો અંદાજ છે.

અદાણી એનર્જી લોલ્યુશન્સ એ ભારતના સૌથી મોટા સ્માર્ટ મીટર કંપનીઓમાંની એક, ઇન્ટેલીસ્માર્ટને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. તેના પરિણામે કંપનીનું ૪૭ મિલિયનથી વધુ મીટરના કુલ પોર્ટફોલિયો સાથે ભારતનું સૌથી મોટું સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મ બનવાના માર્ગે છે.  ટ્રાન્સમિશન ક્ષેત્રે રુ.૧.૧ લાખ કરોડની ટેન્ડરિંગ પાઇપલાઇન મજબૂત છે. સ્માર્ટ મીટરિંગની રાષ્ટ્રીય બજારમાં તક ૧૦૩ મિલિયન મીટર પર યથાવત છે.

ICRA એ કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઇલને. ICRA AA+ (સ્થિર) ના તેના લાંબા ગાળાના રેટિંગને પુનઃપુષ્ટિ આપી છે અને તેની સુવિધાઓને ICRA A1+ નું સૌથી વધુ ટૂંકા ગાળાનું રેટિંગ આપ્યું છે.

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ (AEML) એ તેના તમામ ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યા છે, જેમાં મૂડીઝના સ્થિર આઉટલુક શામેલ છે. જે ગત ત્રિમાસીના પ્રદર્શન સાથે સુસંગત છે.

અદાણી ઇલેકટ્રીસિટી મુંબઇ લિ.અને MPSEZ (મુન્દ્રા) યુટિલિટી લિમિટેડ (MUL) હસ્તકનાવિતરણ વ્યવસાયે સ્થિર વ્યવસાયિક પ્રદર્શન નોંધાવ્યું છે. અહેવાલના સમય ગાળામાં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. નો રેગ્યુલેટેડ એસેટ બેઝ ઇક્વિટી રૂ. ૫,૪૮૫ કરોડ અને દેવા રૂ. ૪,૮૬૭ કરોડ મળી રૂ. ૧૦,૩૫૨ કરોડ છે, જે વાર્ષિક ધોરણે 9.7% વૃદ્ધિ દર્શાવે છે.

૯૯.૯૯% પુરવઠાની વિશ્વસનીયતા જાળવવા સાથે અદાણી ઇલેકટ્રીસિટી મુંબઇએ તેના કામકાજના બેન્ચમાર્ક પર ભારતના વિતરણ ક્ષેત્રનું નેતૃત્વ કરી રહી છે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો વધારા

એચડીએફસી બેંકે નાગરિકોને એપીકે ફ્રોડ સામે સાવધાન કરવા માટે એક મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

GUJARAT NEWS DESK TEAM

ચાર્જર ઉત્પાદનોના વિતરણ અને અને મોબીલે નેટવર્કની વૃદ્ધિ માટે ઈ વીએએમપી એ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment