OTHER

ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર ર્જીંય્ના દરોડા

મહેસાણા જિલ્લામાં ર્જીંય્એ ઊંઝા તાલુકાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગામના સીમ વિસ્તારમાં આવેલી રીયા ઇન્ડસ્ટ્રીઝમાંથી અખાદ્ય જીરું અને તેને બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી.
ર્જીંય્ની ટીમે દરોડા દરમિયાન અંદાજે રૂ. ૬.૭૬ લાખની કિંમતનું અખાદ્ય જીરું, પાવડર તેમજ અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ સાથે જ નકલી જીરું બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને બનાવટી જીરું તૈયાર કરી તેને પ્રોસેસ કરીને બજારમાં વેચતો હતો. મહેસાણા ર્જીંય્એ આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે.
દરોડા દરમિયાન ૭૪ થેલી અખાદ્ય જીરું, વિવિધ પ્રકારનો પાવડર અને ઇલેક્ટ્રિક મિક્સર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત, ર્જીંય્ દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓને વધુ તપાસ માટે ફૂડ સેફ્ટી વિભાગની લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી આ નકલી જીરું ક્યાં-ક્યાં સપ્લાય કરતો હતો, તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

સોમનાથમાં માત્ર 25 રૂપિયામાં ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ

GUJARAT NEWS DESK TEAM

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

ડ્રગ્સના દૂષણ પર લગામ લગાવાની જ જંપીશુઃ હર્ષ સંઘવી

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર સુધી ૪ જિલ્લાના અભ્યાસ પ્રવાસે  —–

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment