ગુજરાત

ડીઝલ વેટ રાહત યોજનામાં મહત્વનો સુધારો, પ્રતિ લીટર રૂપિયા ૧૫ સુધીની મળશે રાહત

આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો ર્નિણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જાેઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ ર્નિણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે.
વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા ડીઝલ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જાે વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.
નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
સુરતમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

સુરત, તા.૮
સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૪ ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે ઉધના, લિંબાયત, સચિન, પર્વત પાટિયા, વરાછા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર ગંભીર અસર પડી છે.ભારે વરસાદને કારણે સર્જાયેલા અકસ્માતોમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ ૧૧ લોકોના મોત થયા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર બચાવ અને રાહત કામગીરી માટે ૩ દ્ગડ્ઢઇહ્લ અને ૪ જીડ્ઢઇહ્લ ટીમોને તહેનાત કરવામાં આવી છે. ટીમોએ આખી રાત બચાવ કામગીરી ચલાવીને અનેક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજે ૩,૪૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને એટલા જ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયા છે. તમામ લોકોને કોમ્યુનિટી હોલમાં રાખીને રહેવા, ભોજન અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે સર્જાયેલા અકસ્માતોમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ ૧૧ લોકોના મોત થયા છે. જેમાં ઝાડ પડવાની ઘટનામાં ૨ લોકો, વીજ કરંટ લાગવાથી ૪ લોકો, સચિન ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં ૨ લોકો અને કામરેજમાં એક વ્યક્તિ ખાડીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જિલ્લા તંત્રે જણાવ્યું છે. ઉપરાંત ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. આજે પણ લિંબાયત, ઉધના, પર્વત ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
હાલ સુરત જિલ્લા કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકા સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. તંત્રે નાગરિકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે શાળા-કોલેજાેમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં પણ તમામ શાળા-કોલેજાે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. બીજી તરફ સુરતમાં કાપડ બજારથી લઈને વેપારી વિસ્તારો સુધી પાણી ઘૂસતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સતત વરસાદને કારણે સુરતમાં છેલ્લા ૩૬ કલાકમાં ૧૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને શહેરમાં ૮૫ વર્ષનો વરસાદનો રેકોર્ડ પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે

Related posts

અમદાવાદથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 

GUJARAT NEWS DESK TEAM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો, ૭૨ આઇએએસની સાગમટે બદલી

GUJARAT NEWS DESK TEAM

મોદી સરકારની ‘નેમ ચેન્જર’ માનસિકતા : કોંગ્રેસની જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરવાનું ષડયંત્ર કરી રહી છેઃડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારે, ૧૩ જિલ્લામાં વરસાદની આગાહી

Leave a Comment