ગુજરાત

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 4નાં મોત,10 લોકો ઘાયલ –

 


ગઇકાલે મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતાં થયેલી અથડામણમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આશરે 2:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સના ચેરમેન મૂકેશ  અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

GUJARAT NEWS DESK TEAM

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

GUJARAT NEWS DESK TEAM

પેટ્રોલ-ડિઝલ મામલે કોઇ પણ અફવા ન સાંભળવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે સ્વાગત કરાયું

Leave a Comment