રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત

૧૨ મેના રોજ યોજાયેલી  વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે ન્ઁય્ની અછત નથી. સરકારે ન્ઁય્નું દૈનિક ઉત્પાદન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને ન્દ્ગય્નું સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે ન્ઁય્નો ૪૫ દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકારે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કર્યો નથી. જાેકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભવિષ્યમાં ભાવ નહીં વધે એવી કોઈ ખાતરી નથી.
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ અંદાજે ૧,૦૦૦ કરોડનું નુકસાન ભોગવી રહી છે. કંપનીઓ પર કુલ ૧.૯૮ લાખ કરોડની અંડર-રિકવરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
પેટ્રોલિયમ મંત્રી એ ચેતવણી આપી કે જાે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારત પર નાણાકીય દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને ઓઇલ કંપનીઓને કઠિન ર્નિણયો લેવા પડી શકે છે.
તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે જવાબદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી રહી છે અને દેશભરમાં ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.

Related posts

આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે:મોદી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાંથી વર્ષાબેન દોશી સહિત ૪ નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મોટી જવાબદારી

GUJARAT NEWS DESK TEAM

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ

Leave a Comment