
ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના ઉપક્રમે રાજ્યની જુદી જુદી કૉલજોમાં અભ્યાસ કરતાંવિદ્યાર્થીઓમાટે સહકારી ક્ષેત્રે યુવાનોની ભાગીદારી વધે તે માટે “કો-ઓપ. કનેક્ટ અને સહકારથી સમૃદ્ધિની સમજ”વિષય વસ્તુને ધ્યાનમાં રાખી યુવાસહકારી સેમિનાર– 2026,તા. 23 – 09 –2026 બુધવારના રોજ ટાગોર હોલ – પાલડી, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સહકારી આગેવાન અને રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીનના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારનું દીપ પ્રગટાવીઉદ્દઘાટન અને વિદ્યાર્થીઓની કારકીર્દિ ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસીના પુસ્તકનું વિમોચન કરી આત્મનિર્ભર થવા બાબતે મહાત્મા ગાંધીજીને યાદ કરીગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે સહકારની વિભાવના આપતાં જણાવ્યું હતું કે,ભારતીયોનો સ્વભાવ જ સહકાર છે. સહકાર એ આપણી સંસ્કૃત્તિ છે. સહકારથી જીવન બદલી શકાય છે. આ સહકારી ભાવનાને રજિસ્ટર્ડ ફોરમેટમાં ગોઠવો એટલે સહકારી પ્રવૃત્તિ બને છે. ગુજરાત રાજ્ય સંઘ દ્વારા યોજાયેલ આ સહકારી સેમિનારમાંથી સહકારી પ્રવૃત્તિનું ઉંડાણ પૂર્વકનું જ્ઞાન મેળવી આ દિશામાં કામ કરવા પ્રેરાશો.
સેમિનારના પ્રમુખ સ્થાનેથી રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ અને રાષ્ટ્રીય સહકારી આગેવાનશ્રી ઘનશ્યામભાઈ અમીને કો-ઓપ. કનેક્ટ અને સહકારથી સમૃદ્ધિ સેમિનારના વિષયની પ્રાસંગિકતા અંગે સમજ આપી જણાવ્યું હતું કે,સહકારી પ્રવૃત્તિ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. આજના યુવાનો માટે સહકારી ક્ષેત્રની જાણકારી જરૂરી છે. તેઓ સહકારી પ્રવૃત્તિ અંગે જાણે તે માટે રાજ્ય સહકારી સંઘ આવા યુવા સહકારી સેમિનારોનું આયોજન કરે છે. સહકારી પ્રવૃત્તિના વ્યાપ અંગે શ્રી અમીને જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ વિશ્વના 120 કરતાં વધુ દેશોમાં 30 લાખથી વધુ સહકારી સંસ્થાઓ છે, તેની સાથે 100 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. તેજ રીતે આપણા દેશમાં 8.5 લાખથી વધુ સહકારી સંસ્થાઓ જુદા જુદા 30 જેટલા ક્ષેત્રોમાંનોંધાયેલ છે. સહકારી ક્ષેત્ર સાથે લગભગ32 કરોડ સભ્યોજોડાયેલા છે.આપણા રાજ્યમાં 92 હજાર કરતા વધારે સહકારી મંડળીઓ છે. તેની સાથે 1 કરોડ 30 લાખ જેટલા લોકો જોડાયેલા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બાબતને ધ્યાનમાં રાખી વિકસિત અને આત્મનિર્ભરભારત બનાવવા માટે ´સહકારથી સમૃદ્ધિ´નું સૂત્ર આપ્યું છે. એટલે તેમણે સહકારી ક્ષેત્ર ઉપર વિશ્વાસ મૂક્યો છે કે, રાષ્ટ્ર સમૃદ્ધ અને આત્મનિર્ભર સહકારી પ્રવૃત્તિથી બની શકશે. આથી75 વર્ષ પછી દેશમાં સહકાર મંત્રાલયની રચના કરી તેની જવાબદારી સહકારના જાણકાર શ્રી અમિતભાઈ શાહને સોંપી છે.
વિવિધ સફળ સહકારી સંસ્થાઓના ઉદાહરણ આપી કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રે જોડાવા અપીલ કરતાં શ્રી અમીને જણાવ્યું હતું કે, સહકારની ખૂબ મોટી તાકાત છે. લાખો રોજગારી સહકારી ક્ષેત્ર પૂરી પાડે છે. નાના મધ્યમ વર્ગના લોકોને આર્થિક અને સામાજિક રીતે સક્ષમ કરતું સહકારી ક્ષેત્ર રોજગારી માટે મોટું ક્ષેત્ર છે,કોલેજના વર્ષો કેરિયરના વર્ષો હોય છે. બધાને નોકરી મળતી નથી. ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી. સહકારી ક્ષેત્રે ટેક્નોલોજીની જરૂર છે. યુવાનો પાસે ટેક્નોલોજીની સમજ અને જ્ઞાન છે. ત્યારે તેમની પાસે રહેલી ટેક્નોલોજીની સ્કિલ દ્વારા સ્ટાર્ટઅપ શરૂ કરે. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયનેરોજગારીના નવા દ્વારા ખોલી સહકારી પ્રવૃત્તિને આગળ વધારે તે ખૂબ જરૂરી છે.
“કો-ઓપ. કનેક્ટ અને સહકારથી સમૃદ્ધિની સમજ”યુવાસહકારી સેમિનાર – 2026 પુસ્તિકા “યુવા સંકલ્પ”નું વિમોચન સંયોજકશ્રી સહકાર સેલ – ગુજરાત અને ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલે કરી સહકારનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા લાવવા´સહકારથી સમૃદ્ધિ´નું સૂત્ર આપ્યું છે. સહકાર મંત્રાલયની રચના કરી તેની જવાબદારી સહકારના જાણકાર શ્રી અમિતભાઈ શાહને સોંપી છે.સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય સહકારી પ્રવૃતિમાં જે ખામીઓ દૂર કરી છે. સહકારી પ્રવૃત્તિમાં નવો સંચાર કર્યો છે. રાષ્ટ્રીય સહકાર નીતિ-2025 દ્વારા મહત્વના અને વ્યાપક વિવિધ150 જેટલી મહત્ત્વપૂર્ણ પહેલો અમલમાં મૂકી છે.પાંચ વર્ષમાંકૃષિ ક્ષેત્રે ત્રણ એપેક્ષ સંસ્થાઓ એનસીઈએલ, એનસીઓએલ અને બીબીએસએસએલની રચના કરી છે. સહકારથી સમૃદ્ધિને વેગ આપવાનું કામ સહકારી સંસ્થાઓ દ્વાર થઈ રહ્યું છે.
મુખ્ય મહેમાન સ્થાનેથી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રીબ્યુનલ, અમદાવાદના એચ.ઓ.ડી. શ્રી જયેશભાઈ ભૈરવીયા એ કાયદાના જ્ઞાનના મહત્વને સમજાવી જણાવ્યું હતું કે, શ્રી ઘનશ્યામભાઈ અમીને ગાંધીનગર અને સુરતમાં સિદ્ધાર્થ લો કોલેજની રચના કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. સહકારની વાત જોઈએ તો, બંધુત્વની ભાવના સહકારથી આવશે. સહકારથી સાથે મળી ચાલીશું તો મોટી સફળતા મળશે.
અતિથિ વિશેષ સ્થાનેથી જાણિતા પત્રકાર અને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રૂપ એડિટરશ્રી અજયભાઈ ઉમટે સ્વામી વિવેકાનંદ, વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ, સીકે પ્રધાન વગેરે મહાનુભાવોના પ્રસંગો યાદ કરી જણાવ્યું હતું કે, એકવીસમી સદી ભારતની છે. દુનિયાનો બેસ્ટ અને યુવા વર્કફોર્સ ભારત પાસે છે. આ યુવાનોને યોગ્ય સંસ્કાર, તાલીમ અને માર્ગદર્શનની જરૂર છે. શ્રી ઘનશ્યામભાઈ અમીન આવનારી પેઢી તરફ જૂએ છે. કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જે અભિનંદનને પાત્ર છે. સહકારી ક્ષેત્રે જોડાઈને તમારા જીવનને સમૃદ્ધ બનાવજો.
અતિથિ વિશેષ સ્થાનેથી રાષ્ટ્રની સાંપ્રત સહકારી પ્રવૃત્તિ અંગે માહિતી અને માર્ગદર્શન આપતાં એનસીયુઆઈ, ન્યૂ દિલ્હીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી ડૉ. રિતેષ ડે એ જણાવ્યું હતું કે, શ્રી ઘનશ્યામભાઈ અમીન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્રે યુવાનોને જોડવા માટે કરવામાં આવતાં પ્રયત્નો અભિનંદને પાત્ર છે. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે યુવાનો સહકારી ક્ષેત્ર સાથે જોડાય તે ખૂબ જરૂરી છે.
સેમિનારમાં રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાર્થકતા અને સહકારી ક્ષેત્રે રહેલ રોજગારીની તકો અંગે સમજ આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું.
રાજ્ય સહકારી સંઘના સહકારી શિક્ષણકન્સલટન્ટ ડૉ. વી.એમ. ચૌધરીએસહકારથી સમૃદ્ધિ અનેદૂધ ડેરી દ્વારા આર્થિક વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું અનેઉપસ્થિત સૌ મહેમાનોની આભાર વિધિ કરી હતી.
યુવા મહિલા સહકારી સેમિનારમાંસાયબર ફ્રોડ અને અવેરનેશ અંગે સાયબર એક્ષ્પર્ટ શ્રી ક્રિષ્ના શર્માએ અને વિદ્યાર્થીઓમાં છુપાયેલી વિવિધ શક્તિઓ ઉજાગર કરી સફળતા મેળવવા માટે અભિપ્રેરિત માર્ગદર્શન મોટી વેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલે આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્ય સહકારી સંઘના સહકારી શિક્ષણકન્સલટન્ટ શ્રી વી.એમ.ચૌધરીએકર્યું હતું.રાજ્યની વિવિધ 80 જેટલી કોલેજોમાંથી1000 જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ રહી માર્ગદર્શન મેળવ્યું હતું.