ગુજરાત

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.

          ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. વાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને  આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે.

          શ્રી શશાંક રાજેશભાઈ ખરે – આમ આદમી પાર્ટી અકોટા-વડોદરા વિધાનસભા ઉમેદવાર તથા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી અને શ્રી ધર્મરાજ ભરતભાઈ કોટીલા – પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

          રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી શ્રી બિમલ શાહ, શ્રી હિમાંશુભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ, શ્રી નિરવ બક્ષી, શ્રી હેમાંગ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

Related posts

વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

GUJARAT NEWS DESK TEAM

11 સગીરોને બચાવાયા

GUJARAT NEWS DESK TEAM

બોટાદ માર્કેટ યાર્ડમાં AAP ખેડૂત નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે કળદાના મુદ્દે ધરણા પર બેઠા

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ સહિત રાજ્યમાં યોજાનારી જીકાસની પ્રવેશ પરીક્ષા મોકૂફ

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા ઉદ્યોગ વિભાગે ફાઈલોના નિકાલની ગતિ બમણી કરી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

GUJARAT NEWS DESK TEAM

ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ’ – સરકારનું અભિયાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment