રાષ્ટ્રીય

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયુર તાલુકાના ગોરલાહટ્ટુ ગામ પાસે આજે વહેલી સવારે એક બસમાં લારી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવથી વધુ મુસાફરો જીવતા સળગી ગયા. આગમાં ખાનગી સ્લીપર કોચ બસ બળીને ખાખ થઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી બસને એક લારી સાથે સામસામે ટક્કર મારી હતી અને તરત જ તેમાં આગ લાગી ગઈ. ગોરલાહટ્ટુ ગામ નજીક નેશનલ હાઇવે 48 પર આ અકસ્માત થયો હતો. પોલીસનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રારંભિક પોલીસ તપાસમાં ટ્રક ડ્રાઇવરની બેદરકારી બહાર આવી છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતનું કારણ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Related posts

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

તમિલનાડુના તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસ કાર વચ્ચે અકસ્માતમાં સાતના મોત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment