ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ

રાજ્ય સરકાર દ્વારા ૧૧૫ પોલીસ અધિકારીઓની બદલીઓનો હુકમ.. તમામ અધિકારીના ફીડબેક, રીપોર્ટ કાર્ડ , ગુપ્ત કંટ્રોલ રુમની ફીડબેક સિસ્ટમના આધારે હુકમ

રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ,  ફીડબેકને લઈને મુખ્યમંત્રીશ્રી, ગૃહરાજ્યમંત્રીશ્રી અને અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ) વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા.

કુલ ૨૫ જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના ૩૨ જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ ૨૦૧૯-૨૦ના  આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા , વર્ષ-૨૦૧૮ કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ  અને વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે તેમને સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણુંક આપવામાં આવી છે.

પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેકનીકલ સેલ સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરીટી, તેમજ જેલ જેવી મહત્વની જગ્યાઓ ઉપર વર્ષ ૨૦૨૧ની બેચના સીધી ભરતીના અધિકારી તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

Related posts

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકર ચૌધરી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર

GUJARAT NEWS DESK TEAM

વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત

GUJARAT NEWS DESK TEAM

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment