બિઝનેસ

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્ક ફોર્સ દ્વારા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” -PMVBRY યોજના પર આઉટરીચ કાર્યક્રમ

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્ક ફોર્સ દ્વારા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” -PMVBRY યોજના પર આઉટરીચ કાર્યક્રમનું થયેલ આયોજન.

 

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્ક ફોર્સે તારીખ 15 ઓક્ટોબર, 2025 ના રોજ “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” -PMVBRY યોજના પર એક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

 

આ આઉટરીચ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ ડૉ. મહેન્દ્ર કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ઇન્શ્યોરન્સ ટાસ્ક ફોર્સના મેન્ટર શ્રી નિલેશ દેસાઇએ મહેમાન વક્તા તરીકે ડૉ. મહેન્દ્ર કુમારની ઉપસ્થિતિની ખાસ નોંધ લીધી હતી તેમજ તેઓ પ્રતિ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જયારે આપણો દેશ “વિકસિત ભારત” ના મિશન તરફ અગ્રેસર થઇ રહ્યો છે ત્યારે સરકારશ્રી ની વિવિધ પહેલ માંની એક પહેલ એટલે PMVBRY સ્કીમ. તેઓએ ઉમેર્યું હતું કે PMVBRY માત્ર રોજગારીની તકોનું સર્જન નથી કરતી, પરંતુ તે સમગ્ર રોજગાર પ્રક્રિયાને ફોર્મલ બનાવશે તેમજ કર્મચારીઓને સામાજિક સુરક્ષા પણ પ્રદાન કરશે. તેઓએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં PMVBRY ખૂબ જ જરૂરી છે જે આપણા દેશને તેના ડેમોગ્રાફી એડવાન્ટેજ નો સંપૂર્ણ લાભ લેવામાં મદદરૂપ થઈ પડશે. તેમણે જણાવ્યું હતું કે PMVBRY ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રદાન કરવામાં પણ ખુબ ઉપયોગી સાબિત થશે. તેમણે આ આઉટરીચ કાર્યક્રમના આયોજન માટે GCCI ઇન્સ્યોરન્સ ટાસ્કફોર્સ અને ચેરમેન પાર્થ દેસાઈને અભિનંદન આપ્યા હતા.

 

મહેમાન વક્તા ડૉ. મહેન્દ્ર કુમારે PMVBRY વિશે ખૂબ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી તેમજ આ યોજનામાં ભાગ લેવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ યોજના ભારતના ઉત્પાદન ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જનને ઉત્પ્રેરક બનાવશે. તેમણે નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓને PMVBRY દ્વારા પ્રાપ્ત થનાર વિવિધ લાભ વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ યોજના પહેલી વાર કામ કરતા કર્મચારીઓને શોધ ખર્ચ, પરિવહન, રહેઠાણ વગેરે જેવા તેમના પ્રારંભિક ખર્ચને સરભર કરવામાં મદદરૂપ થઈ પડશે.

 

આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરી સત્ર  પણ ખૂબ રસપ્રદ સાબિત થયું હતું તેમજ તે થકી સહભાગીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. 

 

GCCI વીમા ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ શ્રી પાર્થ દેસાઈ દ્વારા આભાર વિધિ સાથે આઉટરીચ કાર્યક્રમનું સમાપન થયું હતું.

 

 

Related posts

ચાર્જર ઉત્પાદનોના વિતરણ અને અને મોબીલે નેટવર્કની વૃદ્ધિ માટે ઈ વીએએમપી એ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

એચડીએફસી બેંકે નાગરિકોને એપીકે ફ્રોડ સામે સાવધાન કરવા માટે એક મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

GUJARAT NEWS DESK TEAM

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું  વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment