
🔺૧૧ વર્ષથી મીડિયાને મોઢું બતાવવાની હિંમત ન હોય તેને ૫૬ ની છાતીનુ વિશેષણ વાપરવું એ ભૂલ નહીં મૂર્ખામી છે.
🔺હિન્દુ – હિન્દુ અને મોદી મોદી કરીને દેશ સોંપ્યો તેમાં હિન્દુ ધર્મ કે મોદીને કોઈ નુકસાન નથી આપણા છોકરા શાળા અને નોકરી – ધંધા વગરના થઈ ગયા એટલે હવે પાછુ જોવાય.
રાષ્ટ્ર ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે…. કારણ કે,
દેશનો એક વર્ગ એવું સ્વીકારતો રહ્યો કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે, હિન્દૂ – મુસ્લિમની રાજનીતિ કરે છે,હિન્દુ ધર્મ વિરોધી અને રામ મંદિર નિર્માણની વિરોધી છે….
આ તમામ મુદ્દાને મીડિયામાં પ્રભાવી કર્યા અને તેના કારણે ખાસ સમુદાયની મોટી જનસંખ્યા આ પ્રભાવમાં આવી કે જે પોતાના અધિકારોને પણ ભૂલી ગઈ અને તેની અસર સમગ્ર દેશમાં મત પેટી સુધી પડી.
દેશની ત્રણ વખત ભાજપાએ સરકાર બનાવી તે કયા મુદ્દાને લઈને બની ? હિન્દુ – મુસ્લિમના મુદ્દે બની, વિકાસના મુદ્દે બની, મોદી ચહેરાના મુદ્દે કે પછી આવુ કાઈ નથી માત્ર છેતરાયા ગયા અને સરકારો બની ગઈ છે ? આ મુદ્દાઓ જનતા માટે અભ્યાસ અને આત્મ શોધના વિષય છે.
સરકાર કે વિપક્ષના બંનેના મુદ્દાને બાજુ મૂકીએ અને વિચારીએ કે “ અબ્દુલ ને ગાળો દેવાથી અરજણનું ભલુ કઈ રીતે થાય ? “ આ પ્રશ્નનો જવાબ સૌ પાસે છે છતાં દેશનો મોટો સમુદાય આ કાવતરાના ભોગ બન્યા છે અને દેશ ઘણીવાર મુશ્કેલીમાં મૂકાયો છે.
મોટા ફલક ઉપર વિચારીએ તો આજે દેશ તકલીફમાં છે અને દેશનું સુકાન મોદીજીના હાથમાં છે. તેની સરકારની કોઈ ચોરી કોંગ્રેસ પકડે તો લાભ જનતાને છે. આવી બાબતે કોંગ્રેસ જનતાનું સમર્થન માંગે તો જનતાએ સમર્થન કરવુ જોઈએ પરંતુ આવી બાબતોએ ખાસ યોજનાના કારસ્તાનનો હિસ્સો બનેલાઓને આગળ કરવામાં આવશે કે કોંગ્રેસ તો હિન્દુ વિરોધી છે માત્ર આ મુદ્દાને લઈને જનતા માટેના સંઘર્ષમાં જમીન ઉપર એકલી કોંગ્રેસ લડતી રહે છે ,
જેમ કે મોદી સરકારે અભ્યાસ વગર GST નો અમલ કર્યો – કોંગ્રેસ વિરોધ કર્યો જનતાના અનાહિવત સમર્થન છતાં કોંગ્રેસ આ વિરોધ વેપારીઓના ભલામાં લડતી રહી અને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ પ્રધાનમંત્રીએ ૬ વર્ષે સ્વીકાર્યું,
જેમ કે કોરાના મહામારીની અગમચેતીના ભાગે શ્રી રાહુલ ગાંધીએ સતત ચેતવ્યા સરકારે ધ્યાન ન આપ્યું, છતાં કોંગ્રેસ દેશ હિતમાં વિરોધ કરતી રહી પરંતુ જનતાનો સહકાર કેવો મળ્યો સૌ જાણે છે અને લાખો લોકોના પરિવાર ઉજડી ગયા, નુકશાન તો જનતાને થયું, કયા મોદી સરકારની સંવેદના ? કોઈ હિન્દુ સંગઠનો બહાર આવ્યા ? કોઈ હિન્દુ વ્યાસપીઠ પર સુફિયાણી સલાહ ઓકનારા બહાર આવ્યા ? કેમ બહાર ના આવ્યા ?
જેમ કે નોટબંધી દેશની સૌથી આર્થિક તબાહી નરેન્દ્ર મોદીની સરકારે નોતરી કોંગ્રેસ રોડ ઉપર ઉતરી જનતા બેંકોની કતારમાં, વૃદ્ધોની માયા મૂડી છૂટી ગઈ, છતાં જનતાના નહિવત સહકારના પણ કોંગ્રેસ લડતી રહી. કોંગ્રેસની આ લડાઈ દેશની આર્થિક બરબાદી ન થાય તેના માટે હતી. સત્તાની નહીં.
એવુ જ પુલવામા-પહેલગાવ જેવા ૧ ડઝન આતંકી હુમલા થયા અને શહીદો ના નામે સરકારો બનાવી કોંગ્રેસ સત્યની રાહે દેશના જવાનો અને નાગરિકો માટે લડતી રહી અને મોદી સરકાર મતની દુકાન ચલાવતી રહી પરંતુ જનતાનો સહકાર વિપક્ષને કેટલો મળ્યો તે દેશ જાણે છે…આવા બે ડઝન કિસ્સાઓ માટે કોંગ્રેસ લડી અને લડતી રહી છે..
આમ છતાં ભાજપા સંઘના હિન્દુત્વને નામે ચાલતા કારસ્તાન દેશ હિતમાં હોય તો ૧૧ વર્ષમાં દેશની જનતાને કયા સુખ ન હતા તે મળી ગયા અને કયા દુઃખ ઓછા થઈ ગયા? આ સવાલ ખૂબ પીડા કરે છે.
દેશના ઈતિહાસમાં કોંગ્રેસે વંચિતોના અધિકારોની રક્ષા માટેની લડાઈ લડી છે,પરંતુ સત્તા ભૂખ્યા લોકો રઘવાયા થયા હતા તે મુદ્દો શોધતા હતા અને તેમાં ધાર્મિક કટ્ટરતાની ઝેર ભરેલી મિશનરી દ્વારા તેઓ કોંગ્રેસને હિન્દુ વિરોધીનું લેબલ આપવામાં મહદ અંશે સફળ થઈ, પરંતુ આ લેબલ મારનારાઓએ ભારતને કમજોર કરી નાખ્યો તેના કારણે તેઓ આજે ન મજબૂત સરકાર મેળવી શકયા કે ન મજબૂતાઈથી વિપક્ષ સાથે ઉભા રહીને જનતાનો અવાજ બની શકયા, આમ દેશની વર્તમાન રાષ્ટ્રીય સંકટ પાછળ સંઘ – ભાજપાના કારસ્તાનો જવાબદાર છે.
એટલે જ કોંગ્રેસને હિન્દુ વિરોધી ચિતરનાર તત્વો હિન્દુ સમ્રાટ – વિશ્વ ગુરુ વિથ વિશ્વ પ્રવાસી પાસેથી હિન્દુઓને કોઈ પણ ખૂણામાં સુરક્ષિત કરાવી શકયા નહીં, આજે દેશ સામે આર્થિક સંકટ, સીમા સંકટ, આંતરરાષ્ટ્રીય વેપાર કે સ્થાનિક વેપાર સંકટ, ડોલર સામે રૂપિયો સંકટમાં,રોજગારી જેવા અનેક સંકટ છે. આમ છતાં કોંગ્રેસને હિન્દુ વિરોધી ચીતરીને પણ આ હિન્દુ કટ્ટરવાદથી દેશનું ભલું નથી થયું આ વાત દેશની જનતા હવે સમજી ચૂકી છે..
સરવાળે દેશના કહેવાતા હિન્દુ ઠેકેદારો કે સંસ્થાઓએ દેશની શાંતિ ડહોળીને ભાજપાની સરકાર બનાવી આપવાના બદલામાં દેશને ૧૧ વર્ષને અંતે મળ્યું શું ? માત્ર કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનો વિકૃત આનંદ કે બીજુ કઈ ? દેશની જનતા આવા તત્વોના અને તત્વોના નિર્માતાઓને ઓળખે..
કરુણતા તો જુઓ વિશ્વ ગુરુની ખાલ ઓઢીને વિશ્વમાં સૌથી વધુ વિશ્વ ભ્રમણ કરનારા ભારતના દેશના પ્રધાનમંત્રી સાથે આજે નથી કોઈ દોસ્ત દેશ કે નથી કોઈ તેના દળનો દોસ્ત…તમામે સાથ છોડ્યો..
આ દેશ માટે સારા સંકેત છે ? આપનો અભિપ્રાય મૂકશો. આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 💐