અમદાવાદમા ચાલી રહેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 11 સુવર્ણ અને 3 રજત ચંદ્રક સાથે કુલ 14 ચંદ્રક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે
ગઇકાલે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય કોયલ બારે, યુથ અને જુનિયર બંને કેટેગરીમાં વિશ્વ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યો છે જયારે પુરુષ જુનિયર કેટેગરીમાં યશ ખાંડાગલેએ સુવર્ણ ચંદ્રક જીતી,નવા જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ્સ પણ બનાવ્યા છે.
આ ઉપરાંત ભારતીય પુરુષ વેઈટલિફ્ટર ખેલાડીઓમા યુથ બોયઝની 65 કિલો કેટેગરીમાં અનિક મોદીએ 238 કિલોના કુલ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો.સિનિયર મેન્સ 65 કિલો કેટેગરીમાં, રાજા મુથુપંડીએ 296 કિલોના કુલ સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો.
સિનિયર વુમન્સ 53 કિલો કેટેગરીમાં ભારતની સ્નેહા સોરેનએ 185 કિલોના કુલ સ્કોર સાથે રજત ચંદ્રક મેળવ્યો છે.