ગુજરાત

ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : અમિત ચાવડા

ભાજપના શાસનમાં કમિશનકમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : શ્રી અમિત ચાવડા

  • હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર  : શ્રી અમિત ચાવડા
  • ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી સામાજિક-રાજકીય કાર્યકરો, આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા
  • સૌ સાથે મળી ભ્રષ્ટાચાર ખતમ કરવાની લડાઈ લડીશું. : શ્રી અમિત ચાવડા
  • ભાજપમાં ભંગાણવડોદરા ભાજપના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં : શ્રી રૂત્વિજ જોષી

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, કમિશન, કમલમ અને કૌભાંડની સત્તા ચાલે છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂટ ચાલી રહી છે. પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તેમાંથી લોકોને મુક્તિ આપવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકો દિવસને દિવસે ખુલ્લા પડી રહ્યા છે. ચોમાસામાં પૂર આવવાના કારણે તારાજી સર્જાય છે જ્યારે વડોદરાની જનતા અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં આવતી નથી.

હરણીકાંડ બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે. શ્રી આશિષભાઈ જોશીએ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર હોવા છતા સરકાર સામે પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નોના કારણે તેમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે.

            વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રૂત્વિજભાઈ જોષીની ઉપસ્થિતીમાં શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં છ ટર્મથી ધારાસભ્ય રહેલા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નિલમબેન શ્રીવાસ્તવને ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું. આ સાથે સાથે ધનંજયભાઈ શ્રીવાસ્તવ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. તારીખ ૨૩/૦૩/૨૦૨૬ના રોજ  ભાજપના કોર્પોરેટર આશિષભાઈ જોષી અને પારૂલબેન પટેલ પણ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વડોદરાના પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વડોદરાના સહપ્રભારી શ્રી નીરવભાઈ બક્ષી, પ્રદેશ પ્રવક્તા શ્રી નિશાંતભાઈ રાવલ હાજર હતા.

Related posts

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી

ઇંધણના મોનિટરિંગ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment