રાજ્ર્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસની ઉજવણી રદ કરી છે.. તેમણે જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે ગંભીરા બ્રિજ, અમદાવાદની વિમાન દુર્ઘટના સહિતની દુર્ઘટનાઓએ અનેક લોકોના જીવ ગુમાવ્યાં છે જેને કારણે જન્મદિનની ઉજવણી કરવાનું મન માનતુ નથી તેવુ તેમણે નિવેદન આપીને પોતાની વેદના વ્યક્ત કરી હતી.
