OTHER

નશાના વેપલા સામે ગુજરાત સરકારનો વધુ એક પ્રહારઃએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટેરાજ્યમાં ઝોન મુજબ કુલ ૬ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશેજે ડ્રગ્સના વેચાણહેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં ૧ એસ.પી.૬ ડીવાયએસપી અને ૧૩ પીઆઇ સહિત કુલ ૧૭૭નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં ૩૪ અધિકારી કર્મચારીઓ હતાજે હવે ANTF ઓપરેશનલ થતા ૨૧૧ અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગરઅમદાવાદસુરતવડોદરારાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કેઆ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓસપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે જણાવ્યું કેઆ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશેજેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશેજે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે.

ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ

તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં ટોપ ટુ બોટમ‘ અને બોટમ ટુ ટોપ‘ અભિગમ અપનાવવામાં આવશેજેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.

ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ: આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર NDPSના ગુના આચરતા તત્વોસિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા ANTF યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે.

PIT NDPS કાર્યવાહીને વેગ: જે રીતે અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી થાય છેતે જ રીતે NDPSના ગુનેગારો સામે પીટ એનડીપીએસ (PIT NDPS) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છેડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે ANTF દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.

Related posts

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર  કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

આજે ભાજપના ચાર ઉમેદવારોનું નામાંકન થશે: બિનહરિફની શક્યતા

કાંકરીયા કાર્નિવલ-2025: શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવા AMCનો આયોજનબદ્ધ વેસ્ટ મેનેજમેન્ટ મિશન

GUJARAT NEWS DESK TEAM

મનોચિકિત્સક ડો. મીના વ્યાસ પટેલની નજરે આજનું સમાજ દર્શન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment