ગુજરાત

AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર તેમજ અનંત નેશનલ યુનિવર્સિટીના સહયોગથી વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના ડાયરેક્ટર શ્રી કે.એલ.બાચાણી, માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક (વહીવટી) શ્રી સંજય કચોટ, સહાયક માહિતી નિયામક શ્રી અમિતસિંહ ચૌહાણ દ્વારા ‘ વિશ્વાસ, પારદર્શિતા અને ટેકનોલોજીઃ જાહેર સંબંધોનો નવો યુગ’ વિષય પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.

માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીએ જણાવ્યું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માહિતી વિભાગે કોહરન્સ, કોહેસન અને કોર્ડિનેશન સાથે જનસંપર્કનું કામ કર્યું.  આ એક અભૂતપૂર્વ ઘટના હતી અને તેમાં માહિતી વિભાગે ક્રાઇસીસ કમ્યૂનિકેશનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. PRSI અમદાવાદ ચેપ્ટર સંસ્થાએ પબ્લિક રિલેશન દિવસની ઉજવણી નિમિત્તે જનસંપર્કના આ પ્રસંગ પર વાર્તાલાપ કરવાનું આયોજન કર્યું છે, તે સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

માહિતી નિયામકશ્રીએ ક્રાઇસીસ કમ્યૂનિકેશનના આ સમગ્ર પ્રકરણની સફળતાનો શ્રેય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા અપાતા સતત માર્ગદર્શનને આપ્યો હતો. 

તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અવંતિકા સિંઘે સતત ફિલ્ડ પર રહીને તમામ અધિકારીઓ અને કર્મીઓને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને એ કપરા સમયમાં જન સંપર્કને સરળ બનાવવામાં અનન્ય ભૂમિકા ભજવી હતી.

આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે પબ્લિક રિલેશનના વર્તમાન લેન્ડસ્કેપને જોતા ટ્રસ્ટ, ટ્રાન્સ્પરન્સી અને ટેક્નોલોજી ખૂબ આવશ્યક અને પ્રાસંગિક છે. બદલાતી ટેક્નોલોજી નવા પડકારો આપ્યા છે તો સાથે ટ્રસ્ટ અને ટ્રાન્સ્પરન્સી બરકરાર રાખવાની નવી તકો પણ સર્જી છે.

માહિતી નિયામકશ્રીએ PRSI સંસ્થાના ભવ્ય ભૂતકાળ અને વર્તમાન કામગીરીનો ઉલ્લેખ કરીને તેમને બિરદાવ્યા હતા. 

 

આ પ્રસંગે માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક (વહીવટી) શ્રી સંજય કચોટે જણાવ્યું હતું કે, “હું ૨૦૧૯થી માહિતી અને પ્રસારણ વિભાગ સાથે જોડાયો ત્યારથી અનેક એવી ઘટના અને દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે, જેમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. જ્યારે તમે સરકાર સાથે સંકળાયેલા હોવ છો અને કોઈક માહિતી મીડિયાને કે પબ્લિકને આપવાની હોય ત્યારે એ ખૂબ વિશ્વાસનીયતા અને પારદર્શિતા સાથે આપવાની થાય છે. 

 

Related posts

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM

અમરેલીના ઢુંઢિયામાં દંપત્તિતા હત્યારાઓને ઝડપથી પકડવા આમ આદમી પાર્ટી એ માગણી કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

પુલ દુર્ઘટનામાં કડક પગલાં

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

Leave a Comment